નવી દિલ્હી: કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 હટાવાયા બાદથી ધૂંધવાયેલા પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મોરચે માત આપવાના ભરચક પ્રયત્નો કર્યાં જેમાં તમામમાં નિરાશા હાથ લાગી છે. ચીનને બાદ કરતા કોઈ પણ દેશે તેને સમર્થન આપ્યું નથી. પાકિસ્તાનના ગૃહ મંત્રીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દે દુનિયા ભારતની સાથે છે પરંતુ આ બધા વચ્ચે ઈમરાનના સામાન્ય જ્ઞાને ફરીથી તેમને મજાકને પાત્ર બનાવી દીધા છે. તેમણે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં કથિત સમર્થન બદલ 58 દેશોનો આભાર વ્યક્ત કર્યો. પરંતુ તેમાં તો સભ્ય દેશ 47 જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે હું તે 58 દેશોનો આભાર વ્યક્ત કરું છું જેમણે 10 સપ્ટેમ્બરના રોજ માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપીને વિશ્વસમુદાયની માગણીને મજબુત કરી છે કે ભારત કાશ્મીરમાં બળપ્રયોગ રોકે, પ્રતિબંધ હટાવે, કાશ્મીરીઓના અધિકારોની રક્ષા થાય અને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ મુજબ કાશ્મીર મુદ્દાનું સમાધાન થાય. 


પાકિસ્તાનની પત્રકાર નાયલા ઈનાયતે ઈમરાન ખાનની ટ્વીટ પર વ્યંગ કરતા કહ્યું કે શું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ 47 દેશોનું નથી બન્યું? જો કે પીએમ 58 દેશોનો આભાર માનવા માંગે છે. મને લાગે છે કે તેઓ જિન્ન પણ ગણી રહ્યાં છે. 


પાકિસ્તાનના ગૃહ મંત્રીએ જ ઈમરાન ખાનની ફજેતી કરી નાખી, કાશ્મીર મુદ્દે જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ
પાકિસ્તાનના ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે કાશ્મીર મુદ્દે દુનિયા પાકિસ્તાનનો ભરોસો કરતી નથી. તેમણે કહ્યું કે વિશ્વમાં પાકિસ્તાની છબી બિનજવાબદાર રાષ્ટ્રની છે. ઈમરાન ખાનના મંત્રીએ એવું પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાનની લાખ કોશિશો થતાં દુનિયા ભારતનો જ ભરોસો કરે છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર અમે કહી રહ્યાં છીએ  કે ત્યાં કરફ્યું લગાવવામાં આવ્યો, ત્યાંના લોકોને દવા નથી મળતી, લોકો માર્યા જાય છે પરંતુ દુનિયા અમારા પર વિશ્વાસ કરતી નથી. દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. આ ( કોઈ દેશના પક્ષમાં આંતરરાષ્ટ્રીય માહોલ) એક દિવસમાં નથી બનતો, તે માટે વર્ષો લાગે છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...