ઇમરાને સ્વીકાર્યું, પાકિસ્તાની સેના-ISIએ અફગાનિસ્તાનમાં અલકાયદાને આપી ટ્રેનિંગ
પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સ્વીકાર્યું કે તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાન (Afghanistan)માં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને તેથી તેમની સાથે હંમેશા સંબંધ રહ્યા છે, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.
ન્યૂયોર્ક: પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સ્વીકાર્યું કે તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાન (Afghanistan)માં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને તેથી તેમની સાથે હંમેશા સંબંધ રહ્યા છે, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે. વિદેશ સંબંધ પરિષદ (સીએફઆર)માં સોમવારે એક સમારોહમાં ઇમરાનથી પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન તરફથી કોઇ તપાસ કરવામાં આવી હતી કે, કેવી રીતે ઓસામા બિન લાદેન એબોટાબાદમાં રહેતો હતો. તેના પર તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના, આઇએસઆઇએ અલકાયદા અને આ તમામ ગ્રૃપને અફગાનિસ્તાનમાં લડવા માટે ટ્રેનિંગ આપી, તેમના સંબંધ હંમેશા હતા, તે બનવાનું હતું, કારણ કે તેઓએ તેને તાલીમ આપી છે.
તેમણે કહ્યું, જ્યારે અમે આ ગ્રૃપ તરફથી મો ફેરવ્યું તો દરેક જણ અમારી સાથે સહમત ન હતા. સૈન્યમાં પણ લોકો અમારી સાથે સહમત ન હતા, તેથી પાકિસ્તાનની અંદર હુમલા થયાં." તેમણે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન સેનાને ખબર નથી કે બિન લાદેન એબોટાબાદમાં રહે છે.
ઇમરાને કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, પાકિસ્તાની સૈન્ય પ્રમુખ આઈએસઆઈને એબોટાબાદ વિશે કશું જ ખબર નહોતી. જો કોઈને ખબર હોય તો તે કદાચ નીચલા સ્તરે હશે.
યુએસના પૂર્વ સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટ્ટીઝે કહ્યું કે તેઓ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ માને છે, જેના પર સવાલ પૂછવામાં આવતા ઈમરાને કહ્યું, મને નથી લાગતું કે જેમ્સ મેટ્ટીઝ તે સંપૂર્ણ રીતે સમજે છે કે પાકિસ્તાન કેમ કટ્ટરપંથી (રેડિક્લાઇઝ્ડ) થઈ ગયું છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાને 9/11 પછી આતંકવાદની સામે અમેરિકાના યુદ્ધમાં સામેલ થઇ સૌથી મોટી ભૂલ કરી હતી.
ઇમરાને કહ્યું, 9/11 પછી આતંકની સામે અમેરિકાના યુદ્ધમાં સામેલ થવું પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી. 70,000 પાકિસ્તાનની તેમા માર્યા ગયા હતા. કેટલાક અર્થશાસ્ત્રી કહે છે કે અમારી અર્થવ્યવસ્થાને તેનાથી 150 અરબ તો કેટલાકનું કહેવું છે કે, અમને તેનાથી 200 અરબનું નુકસાન થયુ છે. તેમ છતાં અફગાનિસ્તાનમાં અમેરિકાની જીત હાસલ ન કરવા પર અમને જવાબદાર ગણાવવામાં આવ્યા.
તેમણે કહ્યું કે,1980ના દાયકામાં સોવિયત સંઘથી લડવા માટે જે ગ્રૃપને તાલીમ આપવામાં આવી હતી ત્યારપછી અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા હતા. ઇમરાને કહ્યું કે, તેમણે જણાવવામાં આવ્યું હતું કે, વિદેશી શક્તિથી લડવું જિહાદ છે. પરંતુ હવે જ્યારે અમેરિકા અફગાનિસ્તાનમાં આવી ગયું છે. તો તેમણે આતંકવાદી જાહેર કરાયો હતો.
જુઓ Live TV:-