નવી દિલ્હી: કાશ્મીર(Kashmir)માં હાલાત ઝડપથી સામાન્ય થઈ રહ્યાં છે. ગૃહ મંત્રાલયના તાજા આંકડા પણ જણાવે છે કે કાશ્મીરમાં હવે પથ્થરમારો ઓછો થયો છે. હોસ્પિટલ અને મેડિકલ સેન્ટર સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે. છાત્ર પરીક્ષાઓ આપવા જઈ રહ્યાં છે. પરંતુ જે સુધરે તેને પાકિસ્તાન થોડી કહેવાય. પાકિસ્તાન યુએનથી લઈને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ તેને નિષ્ફળતા મળી રહી છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને કાશ્મીના હાલાત પર દુષ્પ્રચાર કરવાની કોશિશ કરી છે પરંતુ ટ્રમ્પે તેમની વાતોને બહુ ભાવ ન આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા, જાણો શું કહ્યું?


આ બાજુ પાકિસ્તાને યુએનના મંચ પર ફરીથી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટર્માં પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે સુરક્ષા પરિષદની બેઠકમાં કાશ્મીરનો રાગ આલાપ્યો તો ભારતે પણ જબરદસ્ત પલટવાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધિ નાગરાજુ નાયડુએ કહ્યું કે અમે પાકિસ્તાનના નિવેદનને ફગાવીએ છીએ. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મુદ્દે બંને દેશ વાતચીત કરવાની સંધિ અગાઉ કરી ચૂક્યા છે. આવામાં આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોઈ જરૂર નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube