Pakistan: ઈમરાન ખાનને સતાવી રહ્યો છે પોતાની હત્યાનો ડર? કહ્યું- 4 લોકો મારી હત્યા કરવા ઈચ્છે છે
Pakistan News: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને પોતાની હત્યાનો ડર સતાવી રહ્યો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ઈશનિંદાનો આરોપ લગાવીને તેમને મોત નિપજાવવામાં આવી શકે છે. આ માટે 4 લોકો ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની સાથે કઈ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે.
Pakistan Politics: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને એકવાર ફરીથી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈશનિંદાનો આરોપ લગાવીને તેમને મોત નિપજાવવામાં આવી શકે છે. આ માટે 4 લોકો ષડયંત્ર રચી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે જો તેમની સાથે કઈ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે.
કેટલાક લોકો રચી રહ્યા છે ષડયંત્ર
તહરીક એ ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન શુક્રવારે પંજાબના મિયાંવાલી વિસ્તારમાં એક જનસભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે 4 લોકો તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે જો તેમની સાથે કઈ પણ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે.
ષડયંત્ર રચાઈ રહ્યું છે
ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N) ના નેતા તેમના પર ધાર્મિક નફરત ભડકાવવા માટે ઈશનિંદા કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ખાને આરોપ લગાવ્યો કે તેની (આરોપ) પાછળ શું ખેલ હતો. બંધ દરવાજા પાછળ બેઠેલા 4 લોકોએ મને ઈશનિંદાના આરોપમાં ફસાવીને હત્યા કરવાનો નિર્ણય લીધો.
તેમણે કહ્યું કે જો તેમને કશું પણ થયું તો ષડયંત્રકારોના નામવાળો એક વીડિયો બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે 'જો હું મરી જાઉ તો તેઓ કહેશે કે ધાર્મિક કટ્ટરપંથીઓએ તેમને (ઈમરાન ખાન)ને મારી નાખ્યા કારણ કે તેમણે ઈશનિંદા કરી હતી.' ઈમરાન ખાને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે દેશ આ ષડયંત્રકારોને ક્યારેય માફ નહીં કરે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને તેમને જીવનું જોખમ છે એવો દાવો આ કઈ પહેલીવાર નથી કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube