ઈમરાન ખાનનો આ એક PHOTO વાયરલ થતા જ દુનિયામાં હડકંપ મચ્યો, ચારે તરફથી ટીકાનો વરસાદ
પોતાની જનતાને નિયમોના પાલનની સલાહ આપનારા પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) પોતે કોવિડ 19ના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈમરાન ખાન કોરોના પોઝિટિવ (Corona Positive) નીકળ્યા હતા આમ છતાં તેમણે ગુરુવારે વ્યક્તિગત રીતે એક બેઠક યોજી. ઈમરાન ખાનની આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો છે. ફરાઝે બેઠકની જાણકારી આપતા એક ટ્વીટ કરી છે. જેમાં ઈમરાન ખાન જોવા મળી રહ્યા છે.
ઈસ્લામાબાદ: પોતાની જનતાને નિયમોના પાલનની સલાહ આપનારા પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) પોતે કોવિડ 19ના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈમરાન ખાન કોરોના પોઝિટિવ (Corona Positive) નીકળ્યા હતા આમ છતાં તેમણે ગુરુવારે વ્યક્તિગત રીતે એક બેઠક યોજી. ઈમરાન ખાનની આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો છે. ફરાઝે બેઠકની જાણકારી આપતા એક ટ્વીટ કરી છે. જેમાં ઈમરાન ખાન જોવા મળી રહ્યા છે.
જનતાના ઈમરાન ખાનને સવાલ
પ્રધાનમંત્રી દ્વારા કોરોના (Corona Virus) ની રોકથામ માટે બનાવવામાં આવેલા નિયમોના ભંગ પર પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. લોકો સવાલ કરે છે કે જ્યારે નિયમો બનાવનારા જ તેનો ભંગ કશે તો પછી કોરોના સામે જંગ કેવી રીતે લડી શકાશે? સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે (Shibli Faraz) એક તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે બાની ગાલામાં આજે મીડિયા ટીમ સાથે પ્રધાનમંત્રી. જેમાં કોરોના સંક્રમિત ઈમરાન ખાન છ લોકો સાથે બેઠક કરતા જોવા મળી રહ્યા છે. જો કે ઈમરાન ખાન અને બેઠકમાં સામેલ લોકોએ માસ્ક પહેરેલા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું છે. પરંતુ નિયમોનો ભંગ કરતા તેમની આકરી ટીકા થઈ રહી છે.
India સાથે સંબંધ સુધારવા આતુર બન્યું છે પાકિસ્તાન, આ નિવેદનથી દુનિયા પણ ચોંકી
Glasgow study: તાવ-શરદી સારા કારણ કે જો તમારા શરીરમાં આ વાયરસ હશે તો કોરોના કશું બગાડી શકશે નહીં!
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube