Imran Khan got slapped Before Floor Test in Pakistan: પાકિસ્તાનમાં એક થપ્પડ ખુબ ચર્ચામાં છે. પાકિસ્તાની મીડિયા દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનની બરાબર એક રાત પહેલા ઈમરાન ખાનને તેમના ઘરમાં ઘૂસીને થપ્પડ મારવામાં આવી. આ થપ્પડ બાદ ઈમરાન ખાને પ્રધાનમંત્રી પદની જીદ છોડી. બીજા દિવસે આરામથી મતદાન થયું અને ઈમરાન ખાનની સરકાર પડી. જાણો આખરે આ સમગ્ર મામલો શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં હાલ દાવો થઈ રહ્યો છે કે એક થપ્પડે પાકિસ્તાનમાં સરકાર બદલી નાખી અને ઈમરાન ખાન એક જ ઝટકે પ્રધાનમંત્રીમાંથી પૂર્વ પ્રધાનમંત્રી બની ગયા. આ થપ્પડ ઈમરાન ખાનને પડી હતી. આ વાત હકીકતમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર જણાવી રહ્યા છે. 


9 એપ્રિલની રાતે ઈમરાનના બનીવાલામાં સ્થિત ઘરની લોનમાં એક હેલિકોપ્ટરે ઉતરણ કર્યું અને તેમાં બે વ્યક્તિ હતા. તેમણે ઈમરાન ખાને સાથે અલગ રૂમમાં મુલાકાત કરી. પહેલા તેમણે ઈમરાન ખાનને રાજીનામું આપવા જણાવ્યું. પરંતુ ઈમરાન ખાને ના પાડી દીધી. આ બધા વચ્ચે ઉગ્ર ચર્ચા વધતી ગઈ અને આખરે એક વ્યક્તિએ ઈમરાન ખાનને ગાલ પર જોરદાર લાફો ઠોકી દીધો. 


આ ખુલાસા બાદ પાકિસ્તાની મીડિયામાં તેની ખુબ ચર્ચા છે. હકીકતમાં પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એવો સવાલ ઉઠ્યો કે ઈમરાન ખાનને ડાબી આંખ નીચે ઈજાનું નિશાન કેવી રીતે આવ્યું? તેમણે બે દિવસ સુધી દરેક ઠેકાણે ચશ્મા કેમ પહેરે રાખ્યા?


પાકિસ્તાનના કેટલાક અહેવાલ મુજબ આ ઘટના ઈમરાન ખાનના બનીગાલા પર થઈ તો કેટલાક રિપોર્ટ્સ મુજબ આ થપ્પડ કાંડ પ્રધાનમંત્રીની ઓફિસમાં થયો. પાકિસ્તાનના પત્રકાર અસદ અલી તૂરના જણાવ્યાં મુજબ 9 એપ્રિલની રાતે પાકિસ્તાની સેનાએ ઈમરાન પાસે ઓર્ડર મોકલ્યો કે તેઓ રાજીનામું આપી દે. પરંતુ ઈમરાન ખાન માન્યા નહીં. જો કે સેનાએ કડક શબ્દોમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ફોલો કરવો જ પડશે. 


પાકિસ્તાનના પત્રકાર સલીમ સાફીના જણાવ્યાં મુજબ ઈમરાન ખાને આર્મી ચીફ કમર જાવેદ બાજવાને જ હટાવી દેવાનો નિર્ણય લીધો. ઈમરાન ખાને જનરલ બાજવાને બરતરફ કરીને પૂર્વ ISI ચીફ અને પોતાના ખાસ મિત્ર જનરલ ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવવાનું મન બનાવી લીધુ. ઈમરાને ડિફેન્સ સેક્રેટરીને બોલાવીને બાજવાની બરતરફી અને ફૈઝ હમીદને નવા આર્મી ચીફ બનાવવાનું નોટિફિકેશન તૈયાર કરાવ્યું. જેના પર ફક્ત નોટિફિકેશન નંબર લખવાનો જ બાકી હતો. પરંતુ છેલ્લી ઘડીએ બાજવાને ઈમરાનની ચાલ ખબર પડી ગઈ. 9 એપ્રિલની રાતે ઈમરાન લોનમાં કોઈની સાથે ફોન પર વાત કરવા નીકળ્યા. આર્મી ઈન્ટેલિજન્સે આ કોલ ઈન્ટરસેપ્ટ કરી લીધો. 


ત્યારબાદ રાતે 11 વાગ્યે રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરથી એક હેલિકોપ્ટર ઉડ્યું. જેમાં આઈએસઆઈ ચીફ લેફ્ટેનન્ટ જનરલ નદીમ અંજૂમ અને આર્મી ચીફ બાજવા હતા. આ ચોપર ગણતરીની મિનિટ બાદ ઈમરાનના ઘર બનીગાલાની લોનમાં ઉતર્યું. એક રૂમમાં ત્રણેય વચ્ચે વાતચીત થઈ અને આઈએસઆઈ ચીફે ઈમરાનને રાજીનામું આપવા જણાવ્યું. ઈમરાને ના પાડી દીધી. દાવો છે કે આ ઉગ્ર દલીલ વધી અને ગુસ્સામાં આઈએસઆઈ ચીફ નદીમ અંજૂમે ઈમરાનના ડાબા ગાલે લાફો ચોડી દીધો. જો કે પાકિસ્તાની સેનાએ આ સમગ્ર કહાનીને પાયાવિહોણી ગણાવી છે. 


ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો


આ શું? સ્પીચ આપ્યા બાદ જો બાઈડેન હવામાં હેન્ડશેક કરતા જોવા મળ્યા, Video વાયરલ


Pakistan: પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં ખુબ હંગામો, નેતાઓ વચ્ચે છૂટ્ટા હાથે મારામારી


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube