ઇસ્લામાબાદ : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. સ્થિતી એવી છે કે પાકિસ્તાન સરકારને ગધેડા વેચીને પોતાની અર્થવ્યવસ્થા માટે ખર્ચ કાઢવો પડી રહ્યો છે. એવામાં ઇમરાન ખાનની સરકારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સુધારવા માટે મોટા અર્થશાસ્ત્રીઓને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)ના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાહુબલી MLA રાજાભૈયા સહિત 8 લોકો મતદાનનાં દિવસે નજરકેદ રહેશે


આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઇએમએફ)માં કામ કરી રહેલા પાકિસ્તાની અર્થશાસ્ત્રીને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. પીએસબી દેશની કેન્દ્રી બેંક છે. આ નિયુક્તિઓ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન આઇએમએપની સાથે અબજો ડોલરનાં રાહત પેકેજ માટે વાતચીત ચાલી રહી છે.


ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ
VIDEO: BJPના મહિલા ઉમેદવારની દબંગાઈ, કહ્યું-'યુપીથી 1000 લોકોને બોલાવીને પીટાઈ કરાવીશ'
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને જ્યારથી સત્તાસંભાળી છે ત્યારથી અર્થવ્યવસ્થાની ખસ્તા સ્થિતીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે વડાપ્રધાન કાર્યાલયમાં રહેલી ભેંસોને અગાઉ વેચી દીધી હોવાની ઘટના પણ સામે આવી હતી. ત્યાર બાદ હવે ગધેડા વેચવાની ઘટનાઓ સામે આવી છે. પાકિસ્તાન સાઉદી અરબથી માંડીને ચીન સુધી તમામ પાસે લોન માંગી ચુક્યું છે.