ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાર્યવાહક પ્રધાનમંત્રી માટે બે નામ રાષ્ટ્રપતિને મોકલ્યા છે. આ નામ નિવૃત્ત જસ્ટિસ અજમત સઈદ અને નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ હારૂન અસલમનું છે. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના નેતા શહબાઝ શરીફે રાષ્ટ્રપતિને નામ આપવાનો ઇનકાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સોમવારે એક નોટિફિકેશન જાહેર કરી કહ્યુ કે, ઇમરાન ખાન કાર્યવાહક પ્રધાનમંત્રીની નિમણૂક થવા સુધી દેશના પ્રધાનમંત્રી પદ પર બન્યા રહેશે. આ પહેલાં કેબિનેટ સચિવાલયે એક નોટિફિકેશન જાહેર કરી કહ્યુ હતું કે ખાન તત્કાલ પ્રભાવથી પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પદ છોડી રહ્યાં છે. પરંતુ બંધારણના આર્ટિકલ 94 બેઠળ રાષ્ટ્રપતિ 'પોતાના ઉત્તરાધિકારીના પ્રધાનમંત્રીનો પદભાર સંભાળવા સુધી વર્તમાન પ્રધાનમંત્રીને પદ પર બન્યા રહેવાનું કહી શકે છે.' રાષ્ટ્રપતિ અલ્વીએ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સલાહ પર નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી છે. 


આ સિવાય પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ આજે ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવા અને ગૃહને ભંગ કરવાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવાના મામલા પર સુનાવણી કરી રહ્યું છે. ખાને સંસદના નિચલા ગૃહ, 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં પ્રભાવી રીતે બહુમત ગુમાવી દીધો છે. 


આ પણ વાંચોઃ આ છે એ અમેરિકન અધિકારી...જેમના પર ઈમરાન ખાને લગાવ્યો છે સરકાર પાડવાનો આરોપ


વિપક્ષની અરજી પર સુનાવણી કરી રહેલ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પણ નેશનલ એસેમ્બલીમાં થયું, તેની સમીક્ષા જરૂરી છે. કોર્ટે કહ્યું કે, અમે આજે આદેશ જાહેર કરીશું. કોર્ટે આ દરમિયાન પીપીપીના વકીલને ફટકાર લગાવતા કહ્યું કે અહીં રાજકીય વાત ન કરો. 


સંયુક્ત વિપક્ષે આઠ માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દેશની રાજકીય સ્થિતિ અત્યાર સુધી લવિપક્ષના પક્ષમાં હતી જ્યાં સુધી ખાન યુક્રેન પર એક સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરવાને લઈને અમેરિકા દ્વારા તેમને હટાવવાના ષડયંત્રની વાત લઈને આવ્યા નહોતા.  


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube