ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષની નંબર ગેમ મજબૂત થતા પ્રધાનમંત્રી ઇમરાન ખાને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરત લેવા પર સંસદ ભંગ કરવાની રજૂઆત વિપક્ષ સામે કરી છે. જિયો ન્યૂઝે ગુરૂવારે સૂત્રોના હવાલાથી આ સંબંધમાં જાણકારી આપતા કહ્યુ કે, એક મહત્વપૂર્ણ વ્યક્તિએ નેશનલ એસેમ્બલીમાં નેતા વિપક્ષ શાહબાઝ શરીફને પીએમ ઇમરાન ખાનનો સંદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે મહત્વપૂર્ણ નેશનલ એસેમ્બલી સત્ર પહેલાં વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન આ ખુલાસો થયો છે. તે કહેવામાં આવ્યું હતું કે એક મહત્વપૂર્ણ વ્યક્તિએ મામલામાં સુરક્ષિત માર્ગ માટે કહ્યું છે. સૂત્રોએ આગળ કહ્યું કે પીએમ ઇમરાન ખાને કહ્યું છે કે વિપક્ષ તેમના સૂચનથી સહમત નથી તો તે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સંયુક્ત વિપક્ષે આજે પોતાની બેઠક દરમિયાન મહત્વપૂર્ણ વ્યક્તિના સૂચન અને સંદેશની સમીક્ષા કરી છે. 


આ પણ વાંચોઃ PM ઈમરાન ખાન પર લાલઘૂમ થયા આર્મી ચીફ! જાણો એવું તે શું થયું કે આપી ચેતવણી


પરંતુ સૂત્રોએ કહ્યું કે ઘણા વિપક્ષી નેતાઓને પીએમ ઇમરાન ખાન પર વિશ્વાસ ન કરવાની ભલામણ કરી અને પ્રસ્તાવ પર જલદી મતદાન કરવા માટે સ્પીકરને પૂછવાનું સૂચન કર્યુ છે. વિપક્ષી નેતાઓ પ્રમાણે અમારી પાસે નંબર છે, જો પ્રસ્તાવ પર પ્રક્રિયા જલદી પૂરી થઈ જાય તો અમને ફાયદો થશે. 


પાકિસ્તાનના જિયો ન્યૂઝ પ્રમાણે પ્રધાનમંત્રી ઇમરાન ખાને એક રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી છે, કારણ કે નેશનલ એસેમ્બલીમાં તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યા બાદ રાજીનામાને લઈને રાજકીય દબાણ વધી ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube