નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ધારા-370 અને ધારા-35A દૂર થયા પછી પાકિસ્તાન હચમચી ગયું છે. ભારતની આંતરિક બાબત હોવા છતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું આ અંગે નિવેદન આવ્યું છે. ઈમરાન ખાને મંગળવારે પાકિસ્તાનની સંસદમાં જણાવ્યું કે, તેમની વિચારધારા એ હતી કે હિન્દુ રાષ્ટ્ર રહે. કાયદે આઝમ જિન્ના સાહેબ સમજી ગયા હતા કે, અંગ્રેજોની ગુલામી પછી હિન્દુઓની ગુલામી કરવી પડશે. જે લોકો બે નેશન થિયરી માનતા ન હતા, દેઓ આજે કહી રહ્યા છે કે 2 નેશન થિયરી ઉચિત હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને જણાવ્યું કે, અત્યારે ભારતમાં જે થઈ રહ્યું છે તેને પાકિસ્તાન જ નહીં આખી દુનિયા જોઈ રહી છે. તેમણે જણાવ્યું કે, અમે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે સૌથી પહેલી પ્રાથમિક્તા ગરીબી દૂર કરવાની હતી. આથી બધા પડોશીઓ સાથે વાત કરી હતી, હિન્દુસ્તાન સાથે પણ વાત કરી હતી. 


લોકસભા: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ બહુમત સાથે પસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્યાં કેન્દ્રશાસિત પ્રદેશ


ઈમરાને વધુમાં જણાવ્યું કે, "મેં જ્યારે નરેન્દ્ર મોદી સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે, તમારે ત્યાં આતંકવાદી કેમ્પ છે. મેં તેમને સમજાવ્યા કે અમારે ત્યાં આર્મી સ્કૂલ પર હુમલો થયોત્યારથી અમે નક્કી કર્યું હતું કે, પાકિસ્તાનની જમીન પર આતંકી કેમ્પ ચાલવા નહીં દઈએ. તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને રસ ન હતો. ત્યાર પછી પુલવામા થઈ ગયો. અમે તેમને સમજાવાનો પ્રયાસ કર્યો હતો કે પાકિસ્તાનનો તેમાં કોઈ હાથ નથી."


'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ 


ઈમરાને જણાવ્યું કે, "તેમના (ભારત) ત્યાં ચૂંટણી થવાની હતી. તેમને પાકિસ્તાનને બલિનો બકરો બનાવવું હતું. કાશ્મીરમાં જુલમ ગુજારવામાં આવતા હતા, તેનાથી દુનિયાની નજર ખસેડવી હતી. ડોઝિયર પછી મોકલ્યું અને વિમાન પહેલાં મોકલી દીધું. અલ્લાહનો આભાર છે કે પાકિસ્તાને જવાબ આપી દીધો. તેમણે જે ગઈકાલે કર્યું છે એ તેમનું આયોજનબદ્ધ કામ છે. તેમના ચૂંટણીના ઘોષણપત્રનો ભાગ હતું. આ RSS આધારિત એજન્ડા છે."


જૂઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....