ન્યૂયોર્ક: ઇમરાન ખાને (Imran khan) ફરીથી આતંકવાદને લઇને સૌથી મોટો કબૂલાત કરી છે. એક વિદેશી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનમાં આતંકીઓને ટ્રેનિંગની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં 50 આતંકી ગ્રુપ હાજર હતા. જો કે, તેમણે તે પણ કહ્યું કે, 9/11 આતંકી હુમલા બાદ અમેરિકાથી મિત્રતા કરવા બદલ આતંકીઓએ પાકિસ્તાનની સામે મોરચો ખોલ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે 1980ના દશકમાં અફગાનિસ્તાનમાં તત્કાલીન સોવિયત સંઘ (રશિયા)ની સેનાની સામે મોરચા માટે મુઝાહિદીનોની ટ્રેનિંગ પાકિસ્તાને આપી હતી. તેમને જેહાદી માટે તૈયાર કરવામાં આવ્યા પરંતુ 9/11 આતંકી હુમલા બાદ તે મુઝાહિદીન અમેરિકાની સાથે પાકિસ્તાનના પણ દુશ્મન બની ગયા હતા. ગત 15 દિવસની અંદર ઇમરાન ખાને બીજી વખત સ્વીકાર્યું છે. તાજેતરમાં રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ તેમણે આ વાત કરી હતી.


આ પણ વાંચો:- UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ


'PAK સેના, ISIએ અલકાયદાના આતંકીઓને આપી ટ્રેનિંગ
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર્યું હતું કે, તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાનમાં લડવા માટે અલકાયદા અને અન્ય આંતકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને એટલા માટે હંમેશાથી તેમના સંબંધ બનતા રહ્યા છે કેમકે, તેઓએ તેમને તાલીમ આપી છે.


આ પણ વાંચો:- Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી


વિદેશ સંબંધ પરિષદમાં સોમવારે (23 સપ્ટેમ્બર) એક સમારોહમાં ઇમરાનથી પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન તરફથી કોઇ તપાસ કરવામાં આવી હતી કે, કેવી રીતે ઓસામા બિન લાદેન એબોટાબાદમાં રહેતો હતો. તેના પર તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના, આઇએસઆઇએ અલકાયદા અને તમામ સગંઠનોને અફગાનિસ્તાનમાં લડવા માટે ટ્રેનિંગ આપી, તેમના સંબંધ હંમેશાથી હતા, તે બનવાનું હતું, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.


આ પણ વાંચો:- PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત


તેમણે કહ્યું, જ્યારે અમે આ સંગઠનથી મો ફેરવ્યું તો દરેક જણ અમારી સાથે સહમત ન હતા. સૈન્યમાં પણ લોકો અમારી સાથે સહમત ન હતા, તેથી પાકિસ્તાનની અંદર હુમલા થયાં." તેમણે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન સેનાને ખબર નથી કે ઓસામા બિન લાદેન એબોટાબાદમાં રહે છે. ઇમરાને કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, પાકિસ્તાની સૈન્ય પ્રમુખ આઈએસઆઈને એબોટાબાદ વિશે કશું જ ખબર નહોતી. જો કોઈને ખબર હોય તો તે કદાચ નીચલા સ્તરે હશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...