Pakistan માં ફરી એકવાર તખ્તાપલટના ભણકારા! કેમ ચૂંટાયેલી સરકાર કરતા વધુ સમય પાકિસ્તાનમાં રહ્યું છે સેનાનું રાજ?
શું પાકિસ્તાનમાં ફરીવાર મિલેટ્રી રાજ આવશે? સરહદ પારથી આ ચર્ચા ત્યારથી સંભળાઈ રહી છે જ્યારથી પાકિસ્તાની પ્રધાનમત્રી અને આર્મી ચીફ વચ્ચે તકરારના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે, સત્તા પરિવર્તનની ચર્ચા હવે વાયુવેગે જોર પકડી રહી છે. કેમ કે, દિવસે અને દિવસે બંને વચ્ચે તીરાડ વધી રહી છે. 74 વર્ષના પાકિસ્તાન ઈતિહાસમાં જ્યારે જ્યારે પાકિસ્તાન પર સંકટ આવ્યું, ત્યારે ત્યારે સેનાના વડાઓએ લોકતંત્રને પગેથી કચડી દેશની ભાગદોર પોતાના હાથમાં લીધી છે.
યશ કંસારા, અમદાવાદઃ શું પાકિસ્તાનમાં ફરીવાર મિલેટ્રી રાજ આવશે? સરહદ પારથી આ ચર્ચા ત્યારથી સંભળાઈ રહી છે જ્યારથી પાકિસ્તાની પ્રધાનમત્રી અને આર્મી ચીફ વચ્ચે તકરારના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે, સત્તા પરિવર્તનની ચર્ચા હવે વાયુવેગે જોર પકડી રહી છે. કેમ કે, દિવસે અને દિવસે બંને વચ્ચે તીરાડ વધી રહી છે. 74 વર્ષના પાકિસ્તાન ઈતિહાસમાં જ્યારે જ્યારે પાકિસ્તાન પર સંકટ આવ્યું, ત્યારે ત્યારે સેનાના વડાઓએ લોકતંત્રને પગેથી કચડી દેશની ભાગદોર પોતાના હાથમાં લીધી છે.
ફિલ્ડ માર્શલ આય્યૂબ ખાનથી લઇને યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી પરવેજ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ પાકિસ્તાન સેનાના વડા દેશ પર રાજ કરી ચુક્યા છે, અને હવે ફરી એક વખત આ જ થવા જઈ રહ્યું છે. આ ચર્ચા કોઈ ગોસિપ નથી આ ચર્ચા પાછળનું કારણ મોટું છે. ગત વર્ષે પાકિસ્તાનના ચૂંટણીમાં ઈમરાન ખાનની જીત પાછળ પાકિસ્તાની સેનાનો સિંહ ફાળો હોવાનું દાવો કરાયો હતો. પાકિસ્તાન પાસે દુનિયાની 6ઠ્ઠી સૌથી મોટી સેના છે. અને પાકિસ્તાનમાં સૌથી વધુ પાકિસ્તાની સેનાએ જ રાજ કર્યું છે. ભલે પાકિસ્તાનમાં અત્યારે ચૂંટાયેલી સરકાર છે પણ વિપક્ષ તો ઈમરાન ખાનને સિલેક્ટેડ પ્રધાનમંત્રી કહી રહ્યા છે. એટલે કે તે માત્ર એક પયાદો છે અને હાલ જનરલ બાજવા સત્તા પલટવાના મૂડમાં છે.
73 વર્ષના પાકિસ્તાનના ઈતિહાસમાં જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે. ત્યારે ત્યારે સેનાના વડાઓએ લોકતંત્રને પગેથી કચડી દેશની ભાગદોર પોતાના હાથમાં લીધી છે. ફિલ્ડ માર્શલ આય્યૂબ ખાનથી લઇને યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી પરવેજ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ પાકિસ્તાન સેનાના વડા દેશ પર રાજ કરી ચુક્યા છે, અને હવે ફરી એક વખત આ જ થવા જઈ રહ્યું છે. આઝાદી પછી પાકિસ્તાનના રાજકારણમાં કોઈ શ્રાપ હોય તેવી પરિસ્થિતી છે, અને આપશુકન છે માર્શલ લૉ.
માર્શલ લૉની શરૂઆત દેશના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનથી થઈ હતી. 1951માં તેમની હત્યા પછી 1958 સુધી 6 પ્રધાનમંત્રી બદલવામાં આવ્યા અને અંતમાં આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અયબૂ ખાને 1958માં સત્તા પર કબ્જો મેળવ્યો. અયૂબ ખાન બાદ યાહ્યા ખાન, પછી જનરલ નિયાજી. તે પછી જનરલ ટિક્કા ખાને પાકિસ્તાનમાં માર્શલ લૉનો ઉપયોગ કરી સત્તા મેળવી.
પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાવ પછી 4 વર્ષ સુધી ચાલનાર સરકાર પાકિસ્તાનની આઝાદી પછી 1973માં જુલ્ફિકાર અલી ભુટ્ટોએ બનાવી હતી. પરંતું, સેનાને ચૂંટાયેલા સરકાર પસંદ ના આવી. અને બાદમાં 3 વર્ષ 10 મહિના અને 21 દિવસની આ સરકારના વડાને આર્મી ચીફ જનરલ જિયાઉલ હકે સત્તામાં બેદખલ કર્યા અને તેમને ફાંસીની સજા આપી હતી. જોકે, જિયાઉલ હકને પણ સત્તા ફળી નહીં અને 1988માં હવાઈ દુર્ધટનામાં તેનું મોત થયું. પણ દેશમાં સૌથી લાંબા ગાળા માટે રાજ કરનાર તાનાશાહનું નામ જિયાઉલ હક છે.
આ પછી 1988થી 1999 સુધી એટલે 11 વર્ષ માટે પાકિસ્તાનમાં લોકતંત્રએ શાંતિનો શ્વાસ લીધો હતો અને આ સમયગાળામાં બેનેઝીર ભુટ્ટો અને નવાઝ શરીફ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ, બંનેમાંથી એક પણ જણ 5 વર્ષ સરકાર ચલાવી ના શક્યું. અને વર્ષ 1999માં પરવેઝ મુશર્રફે નવાઝ સરકારથી સત્તા છીનવીને માર્શલ લૉ લગાવી દિધો અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. વર્ષ 2007માં બેનેઝીર ભુટ્ટોની હત્યા થઈ અને 2008ની ચૂંટણીમાં બેનેઝીર ભુટ્ટોની પાકિસ્તાન પીપ્લસ પાર્ટીએ જીત મેળવી હતી. અને પછી 2013માં પાકિસ્તાન મુસ્લીમ લીગ (N)ને સરકાર બનાવવાનો મોકો મળ્યો. પાકિસ્તાનમાં આ પ્રથમ વખત થયું છે કે સતત બે ટર્મ પાકિસ્તાનમાં કોઈ રાજકીય પાર્ટીનું રાજ રહ્યું છે.