નવી દિલ્હી: કુલભૂષણ જાદવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતે જબરદસ્ત ધોબીપછાડ આપી તો પણ પાકિસ્તાનની હાલત કઈંક એવી છે કે કૂતરાની પૂછડી વાંકી તે વાંકી, સીધી થાય નહીં. પાકિસ્તાની મીડિયા ICJના ચુકાદાને પોતાની જીત ગણાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ટ્વીટ કરીને કઈંક આવી જ પ્રતિક્રિયા આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે આઈસીજેનો નિર્ણય સરાહનીય છે. તેમણે કુલભૂષણ જાધવને છોડી મૂકવાનું કહ્યું નથી. કુલભૂષણ પાકિસ્તાનના લોકો વિરુદ્ધ કરાયેલા અપરાધનો દોષિત છે. પાકિસ્તાન આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષ દ્વારા રજુ કરાયેલી તમામ દલીલોને માનતા પાકિસ્તાનને કહ્યું છે કે તે આ કેસ પર પુર્ન વિચાર કરે. કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે. તેમને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ આ નિર્ણયને સંપૂર્ણ રીતે ભારતની જીત ગણાવ્યો છે. 


કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો


બીજી બાજુ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે અને આ કેસ તેના માટે શર્મિન્દગીનું કારણ બન્યો છે. આવામાં એવા સવાલ ઉઠે કે કયા આધાર પર કહી શકાય કે આ કેસમાં ભારતની જીત થઈ? તેના સંદર્ભમાં આ પાંચ પોઈન્ટ પર નજર ફેરવવી જરૂરી છે. 


1. કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી છે


2. પાકિસ્તાનના રાષ્ટ્રીય ન્યાયાધિકાર ક્ષેત્રની મર્યાદા બતાવવામાં આવી. 


3. આઈસીજેએ પાકિસ્તાન મિલેટ્રી ટ્રાલને સ્વીકારી નહીં. પાકિસ્તાની મિલેટ્રેની છબી ફરીથી એકવાર ખરાબ થઈ. 


4. આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. એક પ્રકારે ભારતના તર્કને સ્વીકારવામાં આવ્યો. પાકિસ્તાન કુલભૂષણને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે નિર્દેશ અપાયા. 


5. ભારતના કાનૂની તર્કોને એકદમ યોગ્ય ઠેરવવામાં આવ્યાં. આઈસીજેમાં કેસને લઈ જવાનો તર્ક પણ યોગ્ય ઠેરવવામાં આવ્યો. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...