ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મુસ્લિમ જગતની બે સૌથી મોટી ખામીઓ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સતત વધતો જતો ભ્રષ્ટાચાર અને સેક્સ ક્રાઈમ એટલે કે યૌન અપરાધ મુસ્લિમ જગતની બે સૌથી મોટી ખામી છે. જેને આપણે પહોંચી વળવાનું છે. રવિવારે રિયાસત એ મદિના, સોસાયટી એન્ડ એથિકલ રીવાઈવલ વિષય પર દુનિયાભરના ટોચના મુસ્લિમ વિદ્વાનો સાથે થયેલા એક સેમીનારમાં ચર્ચા દરમિયાન તેમણે આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયાથી બચવાની સલાહ
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ સેમીનારનું આયોજન હાલમાં જ સ્થાપિત નેશનલ રેહમતુલ લિલ અલ અમીન ઓથોરિટી (એનઆરએએ)એ કર્યું હતું. આ અગાઉ ગત વર્ષ ઓક્ટોબરમાં ઈમરાન ખાને આ ઓથોરિટીની રચના એ સંશોધન માટે કરી હતી કે પયગંબર સાહેબના જીવનના સંદેશને લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે. આ આયોજનમાં સામેલ થયેલા વિદ્વાનોએ પણ પોતાના વિચારો રજુ કર્યા. અનેક વિદ્વાનોએ યુવાઓને સોશિયલ મીડિયાના પ્રભાવથી બચવા અને આસ્થા તથા ધાર્મિક મૂલ્યોને તેમના જીવનનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો. 


એક ટકા કેસ જ ચોપડે નોંધાય છે
આ અસરે પીએમ ઈમરાન ખાને કહ્યું કે સમાજમાં બે પ્રકારના અપરાધ છે.  પહેલો ભ્રષ્ટાચાર અને બીજો સેક્સ ક્રાઈમ. આપણા સમાજમાં સેક્સ ક્રાઈમ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે, જેને પગલે રેપ અને બાળ યૌન શોષણની ઘટનાઓ અને માત્ર એક ટકા મામલા જ નોંધાય છે. ખાને અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના ચીફ નવાઝ શરીફ પર નિશાન સાધતા કહ્યું કે મારું માનવું છે કે બાકીના 99 ટકા વિરુદ્ધ સમાજે  લડવું પડશે. ભ્રષ્ટાચારના કેસમાં પણ આવું જ છે. સમાજે ભ્રષ્ટાચારને અસ્વીકાર કરવો પડશે. દુર્ભાગ્યથી જ્યારે તમારું નેતૃત્વ સમય સાથે ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે તે ભ્રષ્ટાચારને સ્વીકાર્ય બનાવી દે છે.


લંડનમાં છે નવાઝ શરીફ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ 72 વર્ષના થયા છે અને વર્ષ 2019 નવેમ્બરથી લંડનમાં રહે છે. વાત જાણે એમ છે કે લાહોર હાઈકોર્ટે તેમને ચાર અઠવાડિયા માટે સારવાર માટે લંડન જવાની મંજૂરી આપી હતી. ત્રણ વાર પીએમ રહી ચૂકેલા શરીફ તેમની પુત્રી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદરને જુલાઈ 2018માં એવેનફીલ્ડ પ્રોપર્ટી મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નવાઝને ડિસેમ્બર 2018માં અલ અજજીયા સ્ટીલ મિલ્સ મામલે પણ દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા થઈ હતી. પરંતુ તેમને બંને કેસમાં જામીન મળી ગયા. આ સાથે જ તેમને લંડન જઈને સારવાર માટેની મંજૂરી પણ મળી હતી. 


ઈસ્લામ વિરુદ્ધ ટિપ્પણીની નિંદા
ધ ડોન અખબારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના વિચાર સાંભળવા દરમિયાન ઈમરાન ખાને એ વાતના પણ સંકેત આપ્યા કે આવનારા સમયમાં પણ વિદ્વાનો સાથે આ પ્રકારે પરિચર્ચા કરશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીએ મુસ્લિમ યુવાઓને ઈન્ટરનેટ પર રહેલી અશ્લીલ સામગ્રીથી બચવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો. સેમીનારમાં સામેલ થયેલા મુસ્લિમ વિદ્વાનોએ મોડર્નિટીના નકારાત્મક પ્રભાવને પહોંચી વળવા માટે મુસ્લિમ દેશોના સામૂહિક પ્રયત્નોનું સૂચન આપ્યું. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝના યુનિવર્સિટી પ્રોફેસર ડૉ. સૈય્યદ હુસૈન નસરે કહ્યું કે આજની દુનિયા ખાસ કરીને યુવાઓ માટે અનિશ્ચિતતાથી ભરેલી અને અનેક ગણી ખતરનાક જગ્યા બની ચૂકી છે. તેમણે ઈસ્લામ વિરુદ્ધ નકારાત્મક ટિપ્પણી કરનારા પશ્ચિમી તત્વોની ટીકા કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube