ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ઈમરાન ખાને કહ્યું છે કે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન માટે પાસપોર્ટની જરૂર રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું  કે ભારતથી કરતારપુર જવાના શીખ શ્રદ્ધાળુઓ માટે બે શરતો મેં છોડી છે. એક- તેમની પાસે પાસપોર્ટ હોવા જરૂરી નથી. ફક્ત એક કાયદેસર આઈડી જ પૂરતું રહેશે. બીજી  એ કે 10 દિવસ પહેલા એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. 


ઈમરાન ખાને વધુમાં કહ્યું કે ઉદ્ધાટનના દિવસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. ગુરુનાનક દેવજીના 550માં જન્મદિવસ પર કોઈ પણ ફી લેવાશે નહીં. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન યાત્રાળુઓ પાસેથી 20 ડોલર (લગભગ 1400 રૂપિયા)ની ફી વસૂલવા પર મક્કમ છે. કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને દર મહિને લગભગ 30 લાખ ડોલરની કમાણી થઈ શકે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...