Nuking Pakistan Better Than Giving Power To Thieves: ઈમરાન ખાનનું એક નિવેદન હાલ ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પાસેથી સત્તા છીનવાઈ ગયા પછી નવી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI)ના અધ્યક્ષ અને મુલ્ક કે વજીર એ આઝમ રહેલા ખાનને નવા પીએમ શહબાજ શરીફને દેશની સત્તા સોંપ્યા બાદ ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો છે. ઈમરાન ખાને જણાવ્યું છે કે, ચોરોને સત્તા આપવાથી સારું હોત કે કોઈએ દેશ પર એટમ બોમ્બ નાખ્યો હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સત્તા છીનવાઈ ગયા બાદ બેબકળા બની ગયા હોય તેમ અજીબોગરીબ નિવેદન વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આવું જ એક નિવેદન સામે આવતા ખળભળાટ મચ્યો છે અને લોકો વિચારી રહ્યા છે કે આવું તે કંઈ પોતાના દેશ માટે બોલાતું કે વિચારાતું હશે. ઈમરાન ખાને જણાવ્યું કે ચોરોને સત્તા સોંપ્યા કરતા સારું થાત કે કોઈએ પરમાણું બોમ્બ નાખ્યો હોત. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલની રિપોર્ટના મતે ખાને જણાવ્યું કે, દેશને ચોરોના હવાલે કરવાથી તેઓ ચોંકી ગયા છે. સત્તામાં આવેલા ચોરોએ દરેક સંસ્થા અને ન્યાયતંત્રને નષ્ટ કરી દીધું, હવે પૂછો કે આ ગુનેગારોના કેસની તપાસ કયા સરકારી અધિકારી કરશે.


ઈમરાનના આ નિવેદન પર પાકિસ્તાની પીએમ શાહબાજ શરીફે પણ પલટવાર કરવામાં સહેજ પણ વાર કરી નહોતી અને તેમણે જણાવ્યું કે ઈમરાન ખાન પોતાના ભાષણોમાં સરકારી સંસ્થાનોને નિશાને બનાવીને પાકિસ્તાનના લોકોના દિમાગમાં ઝેર ભરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામાબાદમાં નવી સરકાર બન્યા બાદ સંસદના પહેલા સત્ર દરમિયાન શહબાજ શરીફે જણાવ્યું હતું કે દેશને વહેંચી નાંખવામાં આવ્યો છે કારણ કે તેઓ (ઈમરાન ખાન) વારંવાર નવી સરકાર અને લોકોને ચોર અને ડાકુ ગણાવી રહ્યા છે.


મારા જીવને ખતરો: ઈમરાન
જ્યારે શનિવારે બપોરે સિયાલકોટમાં આયોજિત પોતાની રેલીમાં ઈમરાન ખાને એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પોતાના જીવને ખતરો હોવાની વાત જણાવી છે. તેમણે કહ્યું કે, મને મારવાનું કાવતરું રચાઈ ચૂક્યું છે તેનો એક વીડિયો મારી પાસે છે જેમાં તે તમામ લોકોના નામ છે જે અમારી સરકારને હટાવવાના ષડયંત્રમાં સામેલ હતા. જો મને કંઈ થયું તો આ વીડિયો જાહેર કરી દેવામાં આવશે, જે વીડિયોને હાલ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. જો કે, પદભ્રષ્ટ વડાપ્રધાને એ પણ જાહેર કર્યું ન હતું કે તેમની હત્યાના કથિત કાવતરા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube