પાકિસ્તાન બદલી ચુક્યું છે, હું PM સાથે વાત કરવા માટે તૈયાર છું: ઇમરાન ખાન
ચર્ચા ક્યારે પણ એકતરફી ન હોઇ શકે, અમે મંત્રણા માટે ભારતની લોકસભા ચૂંટણી સુધી પણ રાહ જોવા માટે તૈયાર છીએ
ઇસ્લામાબાદ : શાંતિની પહેલ કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે કહ્યું કે, તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની જમીનનો અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવવા માટે ઉપયોગ થાય તે અમારા હિતમાં નથી. ખાન સ્પષ્ટ રીતે ભારતનાં તે વલણનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદ અને મંત્રણા બંન્ને એક સાથે થઇ શકે નહી. પાકિસ્તાને પોતાની જમીનથી આતંકવાદીઓને મદદ પહોંચાડવાનું બંધ કરવું જોઇએ અને તે માટે પ્રભાવી અને વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઇએ.
ખાને અહીં ભારતીય પત્રકારોનાં એક સમુહ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે, દેશની બહાર આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી અમારા હિતમાં નથી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનાં લોકો ભારત સાથે શાંતિ ઇચ્છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાત કરવામાં ખુશી થશે. ખાને કહ્યું કે, અહીંના લોકોની માનસિકતા બદલી ચુકી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું કાશ્મીર મુદ્દાનો ઉકેલ શક્ય છે તો પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, કંઇ પણ અશક્ય નથી. તેમણે કહ્યું કે, હું કોઇ પણ મુદ્દે ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર છું
કાશ્મીરનો ઉકેલ એક સૈન્ય સમજુતી ન હોઇ શકે. જો કે તેમણે કહ્યું કે, શાંતિના પ્રયાસ એક તરફી થઇ શકે નહી. અમે નવી દિલ્હી દિલ્હીના સંકેત માટે ભારતમાં યોજાનારી ચૂંટણીની પ્રતિક્ષા કરવા માટે તૈયાર છીએ. તેમણે મુંબઇ હુમલાના ગુનેગારોને સજા આપવા અંગે કહ્યું કે, હાફિઝ સઇદ પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવી દીધો હતો. જમાત ઉદ દાવા પ્રમુખ પર પહેલાથી જ શકંજો કસાયેલો છે.