નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Pak PM imran khna) એ ભારતના લોકો પ્રત્યે પોતાની એકતા પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે, બધાએ મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાને શનિવારે ટ્વીટ કરી કહ્યુ, 'હું ભારતના લોકોની સાથે મારી એકતા વ્યક્ત કરવા ઈચ્છુ છું, તે કોરોનાની ખતરનાક લહેર સામે લડી રહ્યા છે. અમે અમારા પાડોશી અને દુનિયામાં મહામારીથી પીડિત બધાવ લોકો જલદી સા


કોરોના વેક્સીન લગાવવી જરૂરી છે: પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે સંક્રમણનો ખતરો


ભારતમાં ગંભીર બની રહ્યું છે સંકટ
મહત્વનું છે કે ભારતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં એક દિવસમાં કોરોનાના  3,46,786 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,10,481 પર પહોંચી ગઈ છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ 25 લાખને પાર કરી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2624 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક વધીને  1,89,544 થઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube