ઇસ્લામાબાદઃ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાની સેનાને પીએમ શાહબાઝ શરીફના નેતૃત્વવાળી સરકારનું સમર્થન ન કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે શાહબાઝ સરકાર જનતાની આશા પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. ઇમરાન ખાને પાકિસ્તાની સેનાના સર્વોચ્ચ અધિકારીઓને પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરતા દાવો કર્યો કે કોઈપણ ખોટું પગલું જનતા અને સંસ્થા વચ્ચે ખાઈને વધુ વધારી શકે છે. ઇમરાન ખાન પહેલા પણ પાકિસ્તાની સેના પર શાહબાઝ શરીફનું સમર્થન કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેના બે દિવસ પહેલા ઇમરાનના કાસ ગણાતા પૂર્વ મંત્રી ફવાદ હુસૈને કહ્યુ હતુ કે જનતા ઇંકલાબ માટે તૈયાર છે, હવે સેનાએ નિર્ણય કરવાનો છે કે તેણે આ કેમ કરવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાને કહ્યુ- બધાની નજર સેના પર
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન ફેડરલ યુનિયન ઓફ જર્નલિસ્ટ્સના એક સેમિનારને સંબોધિત કરતા કહ્યું કે દેશની નજર સેના તરફ છે કારણ કે તેની પાસે શક્તિ છે. ઇમરાન ખાને કહ્યું કે વર્તમાન શાસન જેટલું લાંબુ ચાલશે, દેશ માટે એટલું નુકસાનકારક સાબિત થશે. ઇમરાન ખાન પહેલા પણ સેના પર આ વર્ષની શરૂઆતમાં ઉભા થયેલા રાજકીય સંકટ દરમિયાન તેનો સાથ છોડવાનો આરોપ લગાવતા રહ્યાં છે. 


શાહબાઝ સરકારનું સમર્થન ન કરવાનો આગ્રહ કર્યો
તેમણે સેનાને પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળી વર્તમાન સરકારનું સમર્થન ન કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે રોકડની કમીનો સામનો કરી રહેલું પાકિસ્તાન એક મહત્વના મોડ પર ઉભુ છે અને તે ખુબ મહત્વપૂર્ણ છે કે યોગ્ય નિર્ણય લેવામાં આવે. આ પહેલા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના પંજાબ પેટાચૂંટણીમાં શરીફની પાર્ટીનું સમર્થન કરવાની તૈયારીમાં છે. પરંતુ પાકિસ્તાની સેનાએ આવા આરોપોનો ઇનકાર કરતા કહ્યું હતું કે અમે રાજનીતિમાં દખલ દેતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube