પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન
ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મનું સૌથી મોટું તીર્થધામ છે, જ્યાં ગૂરુ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતા.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે 12 નવેમ્બરના રોજ શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવની 550મી જયંતીથી પહેલા કરતારપુર કોરિડોરનું શનિવારે ઉદઘાટન કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જયંતી સમારોહમાં ભાગ લેવા માટે ભારત તથા અન્ય દેશના હજારો શીખ શ્રદ્ધાળુઓ આવશે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે 4.2 કિમી લાંબા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મનું સૌથી મોટું તીર્થધામ છે, જ્યાં ગૂરુ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતા. પાકિસ્તાનના પંજાબ રાજ્યના ગવર્નર ચૌધરી મોહમ્મદ સરવર અને રાજ્યના ધાર્મિક બાબતોના મંત્રી ઔફક સઈદ સઈદુલ હસન શાહ બુખારીએ સોમવારે કરતારપુર પહોંચીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કરતારપુર કોરિડોરઃ 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના
સરવરે મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાને કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ નિર્ધારત સમયમાં પુરો કર્યો છે. તેમણે કહ્યું કે, આ તીર્થસ્થળ પાકિસ્તાન તરફથી દુનિયાભરના શીખ સમુદાયને એક ઉપહાર છે. કોરિડોરના ઉદઘાટન પછી ભારતથી દરરોજ અહીં 5000 શ્રદ્ધાળુ આવી શકશે.
ગુરૂનાનક દેવજીની 550મી જન્મજયંતીના પાકિસ્તાનના કરતારપુરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો રવાના થઈ ગયા છે. આ જથ્થો મંગળવારે અટારી સરહદે થઈને પાકિસ્તાન માટે રવાના થયો છે. ભારતમાં શીખ તીર્થોનું મેનેજમેન્ટ કરતી સંસ્થા શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ(SGPC) દ્વારા આયોજિત આ તીર્થયાત્રાનું સમાપન 14 નવેમ્બરના રોજ થશે.
જુઓ LIVE TV....