Pakistan News: સત્તા ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા, ટ્વીટ કરી કહી આ વાત
Pakistan Political Crisis: અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા અને પીએમની ખુરશી ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખાને ટ્વીટ કરી કહ્યુ કે, આઝાદીની લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાછળ વચ્ચે શનિવારે મોડી રાત્રે ઇમરાન ખાને ખુરશી ગુમાવી દીધી. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 174 મત પડ્યા હતા. તો વિરોધમાં એકપણ મત પડ્યો નહીં. આ વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ અને પીએમની ખુરશી ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખાને ટ્વીટ કરી કહ્યુ કે, આઝાદીની લડાઈ ફરીથી શરૂ થઈ રહી છે.
ઇમરાન ખાને કહ્યુ, '1947મા પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો પરંતુ, સ્વતંત્રતા સંગ્રામ સત્તા પરિવર્તનના એક વિદેશ ષડયંત્ર વિરુદ્ધ આજે ફરી શરૂ થયો છે. આ હંમેશા દેશના લોકો હોય છે જે પોતાની સંપ્રભુતા અને લોકતંત્રની રક્ષા કરે છે.'
પાકિસ્તાનના પીએમ બન્યા પહેલા શાહબાઝ શરીફે ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, જાણો શું કહ્યું
ઇમરાન ખાનની પાર્ટીએ 65 વર્ષીય પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને પ્રધાનમંત્રી પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પીટીઆઈ નેતા આમિર ડોગર અને અલી મુહમ્મદ ખાન પાર્ટીના ઉપાધ્યક્ષ માટે અનુમોદકના રૂપમાં કામ કરશે. નેશનલ એસેમ્બલી સચિવાલયે આ પહેલા ગૃહના નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા અને તપાસને લઈને કાર્યક્રમની જાહેરાત કરી હતી.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube