ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના સમયમાં રાજકીટ સંકટનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી ખરતામાં છે. આ વચ્ચે સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ગુરૂવારે કહ્યુ કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે આ બેઠક પ્રધાનમંત્રીના આવાસ પર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પાકિસ્તાનમાં સુરક્ષા મુદ્દા પર સમન્વય કરવા માટે એનએસસી સર્વોચ્ચ મંચ છે. તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે અને તેમાં મુખ્ય ફેડરલ મિનિસ્ટર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સેવા પ્રમુખ અને સર્વોચ્ચ ગુપ્ત અધિકારી સામેલ થાય છે. 


આ સમાચાર તેવા સમયે આવ્યા છે, જ્યારે એક દિવસ પહેલા તે સ્પષ્ટ થઈ ગયું કે પ્રધાનમંત્રીએ નેશનલ એસેમ્બલીમાં પોતાનો બહુમત ગુમાવી દીધો છે. કેન્દ્રમાં પીટીઆઈ સરકારની સહયોગી પાર્ટી એમક્યૂએમની પાસે સાત સીટો છે. પરંતુ તેમણે બુધવારે ઇમરાન ખાનનો સાથ છોડી દીધો હતો. 


આ પણ વાંચોઃ 'યુક્રેનમાં રશિયાના હાલ હવાલ થઈ ગયા છે, અધિકારીઓ પુતિનને સાચું બતાવતા નથી'


આ સાથે વિપક્ષની પાસે હવે 177 સાંસદોનું સમર્થન છે, જે બહુમત માટે જરૂરી 172 કરતા પાંચ વધારે છે. જમીયત ઉલેમા-ઈ-ઈસ્લામ (જેયૂઆઈ-એફ) ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને કહ્યુ કે, સંસદના નિચલા ગૃહ નેશનલ એસેમ્બૂલીમાં હવે વિપક્ષની પાસે 175 સાંસદ છે. 


આ પહેલાં જાહેરાત કરી દેવામાં આવી છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ અને વિપક્ષના નેતા શહબાઝ શરીફને ઇમરાન ખાન બાદ નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. 


ઇમરાન ખાન આજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
ઇમરાન ખાન આજે (31 માર્ચ) રાત્રે દેશની જનતાને સંબોધિત કરી શકે છે. ઇમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પીએમ ખાન આજે જનતાને સંબોધિત કરશે. 
મહત્વનું છે કે આ પહેલાં ઇમરાન ખાન 30 માર્ચે સંબોધન કરવાના હતા, પરંતુ ત્યારબાદ તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube