ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સત્તા બચાવવા માટે ખરાબ રીતે હાથ પગ હલાવી રહેલા પ્રધાનમંત્રી ઈમરાનની મદદ કરવા માટે હવે તેમની પત્ની બુશરા બીબીએ કોશિશો શરૂ કરી છે. જો કે, તેમના પ્રયાસો ખૂબ જ રહસ્યમય છે અને તેના કારણે પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. ખાનની પત્ની બુશરા બીબી મેલીવિદ્યા કરવાને કારણે ચર્ચામાં આવી છે. વિપક્ષના નેતા શાહબાઝ શરીફે બુશરા બીબી પર મેલીવિદ્યાનો આરોપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળવામાં આવ્યું અનેક ટન માંસ 
પાકિસ્તાનમાં વડાપ્રધાન પદની રેસમાં આગળ ચાલી રહેલા શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે મેલીવિદ્યા કરવા માટે ઈમરાન ખાનના ઘર નજીક બનીગાલામાં અનેક ટન માંસ બાળવામાં આવી રહ્યું છે. તેમનો સ્પષ્ટપણે બુશરા બીબી પર આરોપ લગાવ્યો છે, જે પોતાને 'પીર' તરીકે જણાવે છે. આ પહેલીવાર નથી કે બુશરા બીબી પર જાદુટોણાનો આરોપ લાગ્યો હોય. ભૂતકાળમાં પણ તેમના પર આવા આરોપો લાગ્યા છે.


બાળકો દૂધ માટે તડપી રહ્યા છે, અને અહીં બળી રહ્યું છે ચિકન
મીડિયા રિપોર્ટસના મતે, નવાઝ શરીફના ભાઈ અને પીએમએલએન નેતા શાહબાજ શરીફે એક ખાનગી ચેનલને જણાવ્યું છે કે જનતા ખાવા માટે મરી રહી છે, બાળકોને પીવા માટે દૂઘ મળી રહ્યું નથી પરંતુ બનીગાલામાં મેલીવિદ્યા કરવા માટે ચિકન સળગાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાની સત્તા બચાવવા માટે અસંવૈધાનિક ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અમે એવું નહીં થવા દઈએ. ઈમરાન ખાનના આ રિયાસત-એ-મદીનામાં ગુનેગારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ નિવેદનના કારણે શાહબાજ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને નિશાને બનાવવામાં આવી રહી હતી. જે પોતાની જાતને પીર (સ્પિરિચુઅલ હીલર) ગણાવે છે.


બુશરા બીબીએ જમાવ્યો પાર્ટી પર કબ્જો
ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબીના દબદબાનો અંદાજો તે વાત પરથી લગાવવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સાથે નિકાહ કર્યા બાદ તેમને તેમની પાર્ટી PTI પર કબ્જો જમાવી લીધો છે. એટલે સુધી એવી પણ ચર્ચા છે કે તેણે પીટીઆઈમાં પોતાનો અલગ જૂથ બનાવી લીધો છે અને આ સમર્થકો ઈમરાન ખાનને નહીં પણ બુશરાને વધુ વફાદાર છે.


કરે છે કાળો જાદૂ!
ઈમરાન ખાન જ્યારે પણ મુશ્કેલીમાં પડી જાય છે, ત્યારે તેમની પત્ની તેમનો સાથ આપવા માટે આગળ આવે છે. ખાસ કરીને પાર્ટીની અંદર વિરોધ અથવા તો મહિલાઓના મુદ્દામાં તેઓ આવું જ કરે છે, જ્યારે બુશરા બીબીને મેલીવિદ્યા કરનાર તરીકે ઓળખાય છે. તેમના આવા કામોની ઘણી વખત ચર્ચા થતી રહે છે. જોકે ઈમરાન ખાન ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમની પત્ની ખુબ જ બુદ્ધિશાળી છે અને તે સરકાર સાથે જોડાયેલા દરેક મુદ્દા પર પોતાની પત્નીની સાથે ચર્ચા કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube