ઇસ્લામાબાદ : ઇમરાન ખાન સાદા સમારંભમાં પાકિસ્તાનનાં નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવા ઇચ્છે છે અને જેના કારણે તેઓ વિદેશી  નેતાઓ અને પ્રખ્યાત હસ્તીઓને બોલાવવાનાં પક્ષમાં નથી. ખાનની પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટી 25 જુલાઇના રોજ યોજાયેલા ચૂંટણીમાં સૌથી મોટા દળ તરીકે ઉભરી છે. 65 વર્ષીય નેતા 11 ઓગષ્ટે શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઇએ પહેલા શપથગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન મોદી, બોલિવુડ સુપર સ્ટાર આમિર ખાન અને કપિલ દેવ, સુનીલ ગાવસ્કર તથા નવજોત સિંહ સિદ્ધુ જેવા ભારતીય ક્રિકેટરને આમંત્રીત કરવા માટેની યોજના બનાવી હતી. ડોન અખબારના અહેવાલ અનુસાર આ વલણને બદલા ખાને સાદા સમારંભમાં શપથ લેવાનો નિર્ણય કર્યો છે. ડોને પીટીઆઇ પ્રવક્તા ફવાદ ચૌધરીના હવાલાથી કહ્યું કે, પીટીઆઇ ચેરમેન સાદગીથી શપથગ્રહણ કરશે અને સમારંભમાં કોઇ મોટી હસ્તીઓને આમંત્રીત કરવામાં નહી આવે. તેઓ એવાન એ સદર (રાષ્ટ્રપતિ આવાસ) ખાતે ખુબ જ સાદા સમારંભમાં શપથ લેશે. 

ચૌધરીએ કહ્યું કે, આ નિર્ણય કરવામાં આવ્યો છે કે, સમારોહમાં કોઇ પણ વિદેશી ગણમાન્ય વ્યક્તિને આમંત્રીત કરવામાં નહી આવે. આ સંપુર્ણ રાષ્ટ્રીય સમારોહ છે.માત્ર ઇમરાન ખાનનાં કેટલાક નજીકના મિત્રોને જ આમંત્રીત કરવામાં આવશે. સમારંભ પાછળ કોઇ ખોટો ખર્ચ કરવામાં નહી આવે. હાલ તેમણે જણાવ્યું કે, કાર્યક્રમમાં ઇમરાનનાં કેટલાક વિદેશી મીત્રોને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન ખાન ઇમરાનને વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવશે.

ચૂંટણી બાદ પીટીઆઇ જીત્યા બાદ ખાને કરદાતાઓનાં પૈસા બચાવવા માટે કડક પગલા ભરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરાત કરી કે તેઓ વડાપ્રધાન આવાસમાં રહેવા નહી આવે ઇ અમે ઇમારતના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય પાર્ટી કરશે. તે મને અને દેશનાં નાગરિકોને માન્ય રહેશે.