VIDEO: ઈમરાન ખાનનું આ તે કેવું નવું પાકિસ્તાન? મહિલાઓ પર લાગ્યો આ `પ્રતિબંધ`
જ્યાં એક બાજુ ઈમરાન ખાન પાકિસ્તાનમાં મહિલાઓ અને પુરુષોને બરાબરીનો હક અપાવવાની મોટી મોટી વાતો કરે છે ત્યાં તેમના જ મંત્રી મહિલાઓને દુપટ્ટા વગર સરકારી ભવનોમાં પ્રવેશ પર રોક લગાવવાના આદેશ આપે છે.
નવી દિલ્હી: જ્યાં એક બાજુ ઈમરાન ખાન પાકિસ્તાનમાં મહિલાઓ અને પુરુષોને બરાબરીનો હક અપાવવાની મોટી મોટી વાતો કરે છે ત્યાં તેમના જ મંત્રી મહિલાઓને દુપટ્ટા વગર સરકારી ભવનોમાં પ્રવેશ પર રોક લગાવવાના આદેશ આપે છે. તાજો મામલો પંજાબના લાહોર પ્રાંતનો છે. જ્યાં એક મહિલાને દુપટ્ટા વગત સરકારી ભવનમાં પ્રવેશવા ન દેવાઈ. કહેવાયું છે કે આ રોક લગાવવાનો આદેશ પંજાબના પ્રાથમિક અને માધ્યમિક હેલ્થકેર મંત્રી ડો. યાસ્મીન રશીદે આપ્યો હતો. આ જાણકારી એક ટ્વિટર યૂઝર સિદરા બટે માઇક્રો બ્લોગિંગ સાઈટ પર વીડિયો શેર કરીને આપી.
સિદરા બટે પોતાના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હું સિવિલ સચિવાલય ગઈ હતી. જ્યાં સાંભળ્યું હતું કે મહિલાઓ દુપટ્ટા વગર પ્રવેશ કરી શકતી નથી. મેં પ્રવેશ માટે પરવાનગી માંગી પરંતુ મને પ્રવેશ અપાયો નહીં. મેં તેમની પાસે લેખિત પ્રમાણ પણ માંગ્યું પરંતુ તેમણે મને અંદર જવા દીધી નહીં. કહેવાયું કે મંત્રી ડો. યાસ્મીન રશીદનો આદેશ છે કે દુપટ્ટા વગર કોઈ મહિલાને પ્રવેશ આપવો નહીં.
વીડિયોના કેપ્શનમાં સિદરા બટે મંત્રી ડો. યાસ્મીન રશીદને ટેગ કરતા લખ્યુ છે કે તમે પણ જુઓ અમને કેવી રીતે અંદર જવા દેવામાં આવતા નથી. વીડિયોમાં સિદરા બટ ગાર્ડને કહી રહી છે કે અમે કોઈ પણ આપત્તિજનક પોશાક પહેર્યો નતી. પરંતુ આમ છતાં ગાર્ડે અંદર જવા દેવાની ના પાડી દીધી અને સિદરાને કહ્યું કે તમે દુપટ્ટો પહેરી લો, હું તમને અંદર જવાની મંજૂરી આપીશ.
આટલુ થયા બાદ પણ ગાર્ડ સિદરાને અંદર જવાની મંજૂરી આપતો નથી. સિદરા ફરીથી ગાર્ડને કહે છે કે શું મંત્રીના કાર્યાલયમાં પ્રવેશવા માટે પોતાનું માથું ઢાંકવું જરૂરી છે. જેના પર ગાર્ડ કહે છે કે જો તમારી પાસે દુપટ્ટો ન હોય તો હું કોઈની પાસેથી ઉધાર લેવાનું કહી શકું છું.
આ વીડિયો જારી થયા બાદ ટ્વિટ યૂઝર્સે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને તેમના મંત્રીને આકરી ટીકા કરી છે અને આ નિયમની ટીકા કરીને આવા વાહિયાત આદેશના તર્ક પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ઈમરાન ખાન કયા પ્રકારનું નવું પાકિસ્તાન બનાવવા માંગે છે.