એવા દેશ જ્યાં શિફ્ટ થશો તો સામે મળશે રૂપિયા, જાણો શું છે કારણ
સામાન્ય રીતે તમે વિદેશ રહેવા કે ફરવા જાઓ તો તમારે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. પણ પરંતુ કેટલાક દેશ એવા છે જ્યાં રહેવા જવા માટે સામે રૂપિયા મળે છે. રહેવા ખાવાની વ્યવસ્થા સાથે તમારી આવકની પણ અહીં ચિંતા કરવામાં આવે છે.
નવી દિલ્હી: વિશ્વભરમાં વસ્તી ઝડપથી વધી રહી છે. દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત રહેવા માટેના ઘરની બની ગઈ છે. ત્યારે લોકો એવી જગ્યાની શોધમા રહે છે જ્યાં સરળતાથી દરેક પ્રકારની સુવિધા મળી રહે. દરેક પ્રકારની નોકરી સરળતાથી મળી રહે. પરંતુ મોંઘવારીના લીધે બીજા દેશમાં શિફ્ટ થવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. પરંતુ કેટલાક એવા દેશ છે જે સામેથી રહેવા માટે રૂપિયા આપે છે.
કેટલાક દેશ એવા છે જે વિકાસ માટે સામે ચાલી લોકોને અહીં રહેવા માટે આમંત્રણ આપે છે. અને જે લોકો આવે છે તેમને પુરી સુવિધા પણ આપે છે. ત્યારે તમે વિદેશમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો, તો એકવાર આ દેશો વિશે ચોક્કસ વિચાર જો. જો કે આ દેશોમાં આખા દેશમાં નહીં પણ કેટલાક ભાગોમાં જ રહેવા માટે રૂપિયા મળે છે. અમુક સ્થળ એવા છે જ્યાં શિફ્ટ થવા પર તમને સરકાર 3 હજારથી 4 હજાર ડોલર આપશે.
Unique Temple: આ મંદિરમાં જતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ! પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના ઘરેણાં
થાઈલેન્ડ
એશિયામાં સ્થિત થાઈલેન્ડ દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. થાઈલેન્ડ પોતાના દેશનો વેપાર અને સંસ્કૃતિ બંનેને પ્રોત્સાહન આપવા માંગે છે. જેના માટે તેને તેના દેશમાં વધુ લોકોની જરૂર છે. થાઈલેન્ડ ભૂતકાળમાં US અને કેનેડાના લોકોને શિફ્ટ થવા આમંત્રણ આપી ચૂક્યું છે. તમે પણ આ દેશમાં સ્થાયી થવા વિશે વિચારી શકો છો. અહીં રહેવાનો ખર્ચ અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. સાથે જ તમે આ દેશમાં ઓછા ખર્ચે સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી મેળવી શકો છો.
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયા ઝડપથી વિકસતો એશિયાનો સુંદર દેશ છે. અહીં શિફ્ટ થવા માટે ખુબ જ સારી તક છે. જો તમારી પાસે અંગ્રેજીનું સારું જ્ઞાન છે તો તમને અહીં સરળતાથી નોકરી મળી શકે છે. આ સિવાય અહીં તમને તમામ સુવિધાઓ ખૂબ જ સરળતાથી મળી જાય છે. તમને અહીં સારું શિક્ષણ મળે છે અને સાથે સાથે રહેવા માટેનું સારું વાતાવરણ પણ મળે છે. જો તમારે અહીં જવું હોય તો વર્કિંગ વિઝા પર જઈ શકો છો.
વિયેતનામ
ચીનની નજીક આવેલો વિયેતનામ ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે. જેથી અહીં વેપાર-ધંધા વિકાસવવા અનેક પ્રયાસ થઈ રહ્યો છે. વિયેતનામમાં રહેવું તમારા માટે ઘણું સસ્તું છે. અહીં તમને ખૂબ જ સરળતાથી નોકરી મળી જશે. આ સિવાય અહીંની એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટી અન્ય દેશો કરતા ઘણી સારી છે.
ન્યુ હેવન સિટી
ન્યૂ હેવન સિટીમાં તમે શિફ્ટ થાઓ તો તમને સામે રૂપિયા આપવામાં આવે છે. જો તમે આ જગ્યાએ ઘર ખરીદો છો તો અહીંની સરકાર તમને 10 હજાર ડૉલર સુધીનું વળતર આપે છે. જેની ભારતીય કિંમત 7 લાખ રૂપિયા થાય છે. આ દેશમાં સ્થાયી થવા પર તમારા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.
અલાસ્કા, US
અલાસ્કા રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોના સ્થળાંતરમાં ઘણો વધારો થયો છે અને હજુ પણ અમેરિકી સરકાર ઈચ્છે છે કે વધુ લોકોને અહીં વસે. ત્યારે તમે પ્રદૂષણ મુક્ત સ્વચ્છ વાતાવરણ શોધી રહ્યા છો, તો અહીં શિફ્ટ થવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. અહીંની સરકાર તમને રોકાણ માટે 2 હજાર ડોલર આપે છે. સાથે જ તમને અલાસ્કામાં ઘર લેવાનું પણ ખૂબ સસ્તું પડશે. તો સુંદર વાતાવરણમાં રહેવા માગતો હો તો અહીં શિફ્ટ થવું સારું રહેશે.
વર્મોન્ટ, US
વર્મોન્ટમાં લાંબા સમયથી કામ કરવા માટે લોકોની અછત છે. જેના કારણે ત્યાંની સરકાર ઈચ્છે છે કે લોકો ત્યાં આવીને સ્થાયી થાય. વધુ લોકો શિફ્ટ થાય તો કામદારોની અછતને પૂરી કરી શકાય. તમે વર્કિંગ વિઝા પર પણ અહીં જઈ શકો છો. અહીં તમે શિફ્ટ થાયો તો તમને ત્યાંની સરકાર ઘણી સુવિધા આપે છે. અહીં તમને સારું શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા મળે છે.
કેનન્ડલા, italy
આમ તો ઇટાલીનો સમાવેશ મોંઘા દેશમાં થાય છે. પરંતુ તેના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં વસ્તી બહુ ઓછી છે. જેથી અહીના વિકાસ માટે અહીં રહેવા માટે તમને સરકાર રૂપિયા આપશે. કેનન્ડલા પણ એ જગ્યામાંથી એક છે. અહીં લોકોની અછત એટલી બધી છે કે સરકાર હવે આ જગ્યાને ફરીથી વસાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં રહેવાથી તમને ખૂબ જ સસ્તા ઘરો મળશે જેની કિંમત 7500 યુરો સુધી છે. જો તમે પરિવાર સાથે આ જગ્યાએ શિફ્ટ થાવ છો, તો સરકાર તમને 2 હજાર ડોલર ચૂકવશે. જે સારી રકમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube