નવી દિલ્હીઃ દુનિયાએ ગુરૂવારે પોતાની આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલની પ્રથમ ચળકતી પરંતુ અસ્પષ્ટ તસવીર જોઈ. ખગોળશાસ્ત્રીઓનું માનવુ છે કે આપણા સહિત લગભગ તમામ આકાશગંગાઓના કેન્દ્રમાં આ વિશાળ બ્લેક હોલ છે. આ બ્લેક હોલમાં પ્રકાશ અને પદાર્થ બચીન શકે. તેવામાં તેની તસવીર લેવી ખુબ મુશ્કેલ હોય છે. ત્યાં પર ગુરૂત્વાકર્ષણના પ્રભાવથી પ્રકાશ ચારે તરફ ફેલાય જાય છે. આ બ્લેક હોલ વધુ ગરમ ગેસ અને ધૂળથી બનેલ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ટરનેશનલ કંસોર્ટિયમે જાહેર કરી તસવીર
દુનિયાના વિવિધ દેશોના સંગઠન  'International Consortium' એ ગુરૂવારે આ બ્લેક હોલની રંગીન તસવીર જાહેર કરી છે. આ તસવીર Horizon Telescope થી લેવામાં આવી છે. દુનિયાના અલગ-અલગ ભારમાં Consortium તરફથી આ પ્રકારના 8 સિન્ક્રોનાઇઝ રેડિયો ટેલીસ્કોપ લગાવવામાં આવ્યા છે. કંસોર્ટિયમે આ પહેલા પણ પોતાની આશાકગંગાના બ્લેક હોલની તસવીર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube