કેનબરાઃ વિશ્વભરમાં કોરોના મહામારીનું સંકટ ટળ્યું નથી તેવામાં ઓસ્ટ્રેલિયામાં 'પ્લેગ' ફાટી નીકળવાનો ડર સરકારને સતાવી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે સફળતા મેળવી ત્યા 'પ્લેગ' ફેલાવવાનો ડર સરકાર માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયામાં ઉંદરની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે. સમગ્ર દુનિયામાં ઉંદરની 64 પ્રજાતિ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં 'ઉંદર મહામારી' જાહેર કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉંદરોએ જીવવું કર્યુ મુશ્કેલ
ઓસ્ટ્રેલિયામાં ઉંદરની સતત વધતી સંખ્યાના કારણે પ્લેગ ફેલાવવાની સંભાવના વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં ખેતરોમાં અને ફેકટરીઓમાં લાખોની સંખ્યામાં ઉંદર થઈ ગયા છે. ઉંદરોના ઉપદ્રવથી ન્યૂ સાઉથ વેલ્સમાં લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે. અહી ઉંદરોએ ખેતરોને તબાહ કરી દીધા છે તો અનાજના ગોડાઉનમાં અનાજને ખાવા લાગ્યા છે જેના કારણે અનાજનો જથ્થો ખાવાલાયક રહેતો નથી.


આ પણ વાંચોઃ સ્મોકિંગ કરનારા માટે કોરોના બની શકે છે ખતરનાક, WHOના રિપોર્ટમાં દાવો


ઉંદર સામે સરકારનું અભિયાન
ઓસ્ટ્રેલિયામાં ન માત્ર ઉંદરો ખેતરોને નુકસાન પહોંચાડે છે પરંતું ઘરોમાં ઘૂસી જવું, વીજળીના તારને નુકસાન પહોંચાડવું અને ઊંઘતા લોકોના પગમાં બચકાં ભરવા લાગે છે. ન્યૂ સાઉથ વેલ્સમાં 'માઉસ પ્લેગ' જાહેર કરાયું છે. ઉંદર મહામારીથી બહાર આવવા ઓસ્ટ્રેલિયા સરકારે અભિયાન શરૂ કર્યુ છે. ઉંદરોથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત માટે 353 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે.


ઉંદર મહામારીમાં ભારત પાસે માગી મદદ
ઉંદરના ત્રાસથી હેરાન સરકારે ભારત પાસે મદદ માગી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારત પાસે 5 હજાર લિટર બ્રોમોડિઓલોન ઝેર માગ્યું છે. કૃષિમંત્રીએ આપેલી માહિતી મુજબ ઉંદર ઘર,ખેતરથી લઈ સ્કુલો હોસ્પિટલમાં ધૂસી ગયા છે.જો ઉંદરની વસ્તી નહીં ઘટાડાય તો ન્યૂ સાઉથ વેલ્સેને આર્થિક કટોકટીમાંથી ઝઝૂમવું પડશે.


આ પણ વાંચોઃ જાણો એક એવા મંદિર વિશે જેના કારણે ચીનમાં ફેલાયો બૌદ્ધ ધર્મ


ઉંદરો વિશે કેટલીક જાણવા જેવી બાબતો
ઉંદરના દાંત દર વર્ષે 4-5 ઈંચ વધી જાય છે. જો ઉંદર કોઈ વસ્તુ કોતરીને પોતાના દાંત નાના ન કરે તો તેમનું જડબું મોટું થઈ જાય છે અને તેઓ કઈ પણ ખાદ્યા વિના મરી જાય. ફ્રાન્સે અવકાશી કાર્યક્રમ  અંતર્ગત વર્ષ 1961માં એક ઉંદરને અવકાશમાં મોકલ્યુ હતું. આ ઉંદરનું નામ હતું હેકટર જે સુરક્ષિત જમીન પર પકત ફર્યુ હતું.


ઉંદર પ્લેગ સહિત 35 પ્રકારની બિમારીઓ ફેલાવી શકે છે,ઉંદરને બિમારી ફેલાવનાર સુપર સ્પ્રેડર પણ કહેવાય છે. ઉંદર સતત 3 દિવસ સુધી પાણીમાં તરી શકે છે, જો તે પાણીમાં ડૂબી જાય તો 30 મિનિટ સુધી પોતાના શ્વાસ રોકી શકે છે. દુનિયામાં ઉંદરોનું પણ વિશેષ મહત્વ છે, જો તે ખતમ થઈ જાય તો મનુષ્યનું પણ અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જાય કારણકે દરેક દવાઓનું પરિક્ષણ પહેલા ઉંદર પર જ થાય છે. કારણકે ઉંદરના મગજની બનાવટ અને તેનો સ્વભાવ મનુષ્ય સાથે મળતો આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube