તમે જોયુ હશે કે સ્ત્રીઓને પોતાના વાળ સાથે ઘણો લગાવ હોય છે, છોકરીઓ પોતાના વાળને અલગ અલગ રીતે બાંધતી હોય છે, આજે તમને એક એવા દેશ વિશે જણાવીશું, જ્યાં છોકરીઓને ચોટલી બાંધવા પર પ્રતિબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે જાપાન એક એવો દેશ છે જ્યા સ્ત્રીઓ સાથે થતા ગુનાઓ રોકાવા માટે સ્ત્રીઓને ચોટલી બાંધવા પર મનાઈ કરવામાં આવી છે. એના પાછળ એવું કારણ આપવામાં આવે છે, કે એક ચોટલીના કારણે છોકરાઓ ઉત્તેજના અનુભવ કરે છે.


સ્કુલ જવા પર મનાઈ


મળતી માહિતી મુજબ જાપાનની મોટા ભાગની શાળાઓમાં છોકરીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ છે. જાપાનમાં છોકરીઓને સિંગલ ચોટલી કે પોનીટેલ બનાવીને સ્કુલ જવા પર મનાઈ છે. 


શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો


આ નિયમને લઈને 2020માં જાપાનના ફુકુઓકા વિસ્તારમાં અનેક શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોટલી બાધ્યા બાદ દેખાતો ગળાના ભાગથી પુરૂષો જાતીય રીતે ઉત્તેજના અનુભવ કરે છે, જે બાદ સ્કુલમાં એક ચોટલી બાંધવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


બ્રેકઅપ થતા આ શખ્સે 8400 કરોડમાં વેચી દીધી કંપની, હવે લોકોને પુછે છે ક્યા કરુ ખર્ચ?


શાળાઓમાં પોનીટેલ પર પ્રતિબંધ


જાપાનની મોટાભાગની શાળાઓમાં પોનીટેલ પર પ્રતિબંધ છે, ફક્ત આટલું જ નહીં આ શિવાય અનેક પ્રતિબંધ પણ છે. જેવા કે મોઝાનો કલર, સ્કર્ટની લંબાઈ,અંડરવિયરનો સફેદ રંગ સહિતના અનેક નિયમો છે.


વાળને કલર પર કરાવી શકતી નથી


જાપાનની સ્કુલમાં છોકરીઓ ચોટલાઓ સાથે પોતાના વાળને કલર પર કરાવી શકતી નથી, દરેક છોકરીઓના વાળનો રંગ કાળો જ હોવો જોઈએ, જો કે કાળા સિવાય કુદરતી જે કલર છે તેના પર કોઈ રોક નથી.