આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટની જાહેરાતો પર આખા દેશની નજર ટકેલી હોય છે. આ વખતે ટેક્સ છૂટમાં શું નવું હશે વગેરે....પરંતુ શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી. હવે સવાલ એ છે કે આખરે આવા ટેક્સ ફ્રી દેશોની ઈકોનોમી ચાલે છે કેવી રીતે? ખાસ જાણો...આ યાદીમાં કયા કયા દેશ છે અને તેમની ઈકોનોમી કેવી રીતે ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UAE
દુનિયાની ડાયરેક્ટ ટેક્સ ઈકોનોમીવાળા દેશો પર નજર ફેરવીએ તો તેમાં પહેલા નંબર પર સંયુક્ત આરબ અમીરાત (UAE)નું નામ આવે છે. દેશમાં જનતા પાસેથીકોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ લેવામાં આવતો નથી. તેની જગ્યાએ સરકાર અપ્રત્યક્ષ વેરા જેમ કે VAT (વેલ્યુ એડેડ ટેક્સ) અને અન્ય ફી પર નિર્ભર કરે છે. UAE Economy ઓઈલ અને ટુરિઝમના કારણે ખુબ મજબૂત છે. આ કારણે યુએઈમાં લોકોને આવકવેરા ટેક્સમાં રાહત અપાઈ છે. 


બહરીન
ટેક્સ ફ્રી દેશોની યાદીમાં બહરીનનું પણ નામ સામેલ છે. આ દેશમાં પણ જનતા પાસેથી કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. દેશની સરકાર પણ દુબઈની જેમ જ પ્રમુખ રીતે ડાયરેક્ટ ટેક્સની જગ્યાએ અપ્રત્યક્ષ કરો અને અન્ય ફી પર નિર્ભર રહે છે. એવું માનવામાં આવે છે કે આ રીત દેશના નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ખુબ અનુકૂળ સાબિત થાય છે અને તેનાથી ઈકોનોમીમાં પણ ગતિ આવે છે. 


કુવૈત
કુવૈત પણ ટેક્સ ફ્રી દેશોની યાદીમાં સામેલ છે. અહીં કોઈ વ્યક્તિગત વેરા લેવાતા નથી. સમગ્ર રીતે ઓઈલથી થતી આવક પર નિર્ભર દેશની ઈકોનોમી પણ જનતાથી એક પણ રૂપિયા ટેક્સની વસૂલાત વગર ચાલે છે. વાત જાણે એમ છે કે તેની પાછળના કારણોની વાત કરીએ તો કુવૈતની ઈકોનોમીમાં સૌથી મોટો ભાગ ઓઈલ એક્સપોર્ટથી આવે છે. જેનાથી સરકારને ડાયરેક્ટ ટેક્સની કોઈ જરૂર હોતી નથી. આ મોડલ અપનાવ્યા બાદ ટેક્સ ફ્રી કન્ટ્રી હોવા છતાં કુવૈત એક સમૃદ્ધ અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. 


સાઉદી અરબ
સાઉદી અરબે પણ પોતાની જનતાને ટેક્સની ઝંઝાળથી દૂર રાખી છે અને દેશમાં ડાયરેક્ટ ટેક્સને સમાપ્ત  કર્યો છે. એટલે કે આ દેશમાં પણ લોકોએ પોતાની કમાણીનો એક પણ ભાગ ટેક્સ તરીકે ખર્ચવો પડતો નથી. જો કે આ દેશમાં પણ અપ્રત્યક્ષ કર વ્યવસ્થા મજબૂત છે અને તેનાથી મળતા પૈસાથી ઈકોનોમીને બુસ્ટ મળે છે અને તેની ગણતરી પણ સમૃદ્ધ અર્થવ્યવસ્થાઓમાં થાય છે. 


ધ બહમાસ
પર્યટકો માટે જન્નત જેવો દેશ ધ બહમાસ વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં પડે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોએ આવકવેરો ભરવો પડતો નથી. 


બ્રુનેઈ
ઓઈલનો ભંડાર કહેવાતું બ્રુનેઈ ઈસ્લામિક કિંગડમ દુનિયાના સાઉથ ઈસ્ટ એશિયામાં પડે છે. અહીં પણ લોકોએ આવકવેરો ભરવો પડતો નથી. 


કેમેન આઈલેન્ડ્સ
કેમેન આઈલેન્ટ્સ દેશ ઉત્તર અમેરિકા મહાદ્વિપમાં કેરેબિયન ક્ષેત્રમાં પડે છે. અહીં પર્યટકો માટે પણ આકર્ષક જગ્યા છે અને ઘણા લોકો અહીં રજાઓ ગાળવા પણ આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ દેશમાં આવકવેરો ભરવો પડતો નથી.


ઓમાન
બહરીન અને કુવૈત ઉપરાંત ખાડી દેશ ઓમાન પણ આ યાદીમાં સામેલ છે. ઓમાનના જે નાગરિકો છે તેમણે આવકવેરો ભરવો પડતો નથી. જેનું કરાણ ઓમાનની મજબૂત ઓઈલ અને ગેસ સેક્ટરને માનવામાં આવે છે. 


કતાર
ઓમાન, બહરીન અને કુવૈતની જેમ જ કતારના પણ એવા જ હાલ છે. કતાર પણ પોતાના ઓઈલ સેક્ટરમાં ખુબ મજબૂત છે અને આ દેશ ભલે નાનો હોય પરંતુ અહીં રહેતા લોકો ખુબ અમીર છે. અહીં પણ આવકવેરો ભરવો પડતો નથી. 


મોનાકો
યુરોપનો ખુબ જ ટચુકડો દેશ મોનાકો નાનો હોવા છતાં અહીંના નાગરિકો પાસેથી ક્યારેય આવકવેરો વસૂલાતો નથી.