નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે પ્રસંગે ગુરૂવારે લાક કિલ્લાની પ્રાચીરથી ભાષણ આપ્યું. બ્રિટિશ હકુમતથી 15 ઓગષ્ટ, 1947ના રોજ ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. પાકિસ્તાન પોતાનું સ્વતંત્રતા દિવસ એખ દિવસ પહેલા એટલે કે 14 ઓગષ્ટે મનાવે છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસ પ્રસંગે ભાષણ આપ્યું તો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે મુજફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની એસેમ્બલીમાં પોતાનું ભાષણ આપ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતનો મુંહતોડ જવાબ, 3 પાકિસ્તાની સૈનિક ઠાર
ઇમરાન ખાને ભાષણમાં શું કહ્યું ?
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વતંત્રતા દિવસ ભાષણમાં કાશ્મીર જ છવાયેલું રહ્યું. સાથે જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુદ્દે ઇમરાનનો ગભરાટ અને બેચેની પણ તેમના ભાષણમાં જોવા મળી હતી. ઇમરાનના ભાષણમાં જે શબ્દો વારંવાર આવ્યા, તે હતા આઇડિયોલોજી (વિચારધારા). ઇમરાને આ શબ્દનો 23 વખત પોતાના ભાષણમાં ઉપયોગ કર્યો. બીજા નંબર પરઇમરાને કાશ્મીરનાં 20 વખત ઉલ્લેખ કર્યો. ઇમરાનનાં લોગ શબ્દનો 14 વખત ઉલ્લેખ કર્યો. જો કે એક વિચિત્ર વાત પણ કરી. પાકિસ્તાનનાં લોકોનાં સ્થાને ઇમરાને પોતાનાં ભાષણમાં કાશ્મીરનાં લોકોનો 17-18 વખત ઉલ્લેખ કર્યો.


નેતન્યાહૂએ 15 ઓગષ્ટે ભારતને કહ્યું નમસ્તે, મારા મિત્ર PM મોદી અને ભારતીયોને શુભકામના
ઇમરાને પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 12 વખત કર્યો, જે ભાષણમાં બોલાયેલા કાશ્મીર શબ્દ ખુબ જ ઓછા હતા. એવું વડાપ્રધાન મોદી ભાષણમાં ન દેખાયું, તેમણે કોઇ પણ ભૌગોલિક ક્ષેત્રની તુલનામાં ભારતનો અધિક વખત કર્યો. ઇમરાને કાશ્મીરનો અનેક વખત નામ લેવાની સાથે જ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું. ઇમરાને મોદી અને આરએસએસની વિચારધારાની તુલના હિટલરનાં નાજી સરકારની સાથે કરી.


સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
ઇમરાને ભારતનો ઉલ્લેખ 11 વખત પોતાનાં ભાષણમાં લીધું. જ્યારે પાકિસ્તાનનું નામ તેમણે માત્ર 12 વખત જ લીધું. ઇમરાનનાં ભાષણમાં આરએસએસ 7 વખત, મોદી 7 વખત અને નાજી 6 વખત આવ્યું. ઇમરાને બુધવારે આ અંગે ટ્વીટ પણ કર્યું. ઇમરાને આરએસએસ વિચારધારા અને નાજી વિચારધારાની તુલના કરતા મદ્રાસ કુરિયરનાં એડિટર ઇન ચીફ શ્રેનિક રાવના લેખ Hitler’s Hindus: The Rise and Rise of India’s Nazi-loving Nationalists નો પણ ઉલ્લેખ કર્યો.