સિડની: એશિયાનો સૌથી શક્તિશાળી દેશ કોણ છે? જવાબ તમે જાણશો તો નવાઈ પામી જશો કારણ કે તમને એમ લાગશે કે એશિયામાં તો ચીન સિવાય કોણ શક્તિશાળી હોય પરંતુ ના જરાય નહી....એશિયાનો સૌથી શક્તિશાળી દેશ ચીન કે ભારત નથી પરંતુ અમેરિકા છે. સિડનીના લોવી ઈન્સ્ટિટ્યૂટે 'એશિયા પાવર ઈન્ડેક્સ 2021' માં અમેરિકાને લિસ્ટમાં ટોપ પર રાખ્યું છે. જ્યારે ભારત આ યાદીમાં ચોથા સ્થાને છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આ વર્ષે એશિયા પેસેફિક વિસ્તારમાં ચીન અને ભારત બંનેની પકડ અપેક્ષાએ ઢીલી રહી છે. રિપોર્ટમાં અમેરિકા, ચીન અને જાપાન બાદ ભારતનો નંબર છે. ભારતને 2020ની અપેક્ષાએ આ વખતે 2 અંકનું નુકસાન ભોગવવું પડ્યું છે. જ્યારે ચીને 1.5 અંકનું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVIDને કારણે ફટકો
રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયા પાવર ઈન્ડેક્સ 2021(Lowy Institute Asia Power Index) માં અમેરિકા, જાપાન અને ચીન બાદ ચોથો સૌથી શક્તિશાળી દેશ ભારત છે (America, Japan, China & India). કોવિડ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પણ ભારત સામેલ છે અને તેની સ્થિતિ કોવિડથી પૂર્વ વિકાસના સ્તરોની સરખામણીમાં થોડી ડગમગાઈ છે. રિપોર્ટ મુજબ ગત એક વર્ષમાં ભારતને કૂટનીતિક પ્રભાવ અને આર્થિક સંબંધો જેવા મહત્વના પેરામીટર્સમાં રેંકિંગમાં નુકસાન થયું છે. 


કૂટનીતિક દમ પર અમેરિકાનો દબદબો વધ્યો
રિપોર્ટ કહે છે કે જ્યાં ટોચના એશિયાઈ દેશોની પ્રભાવશીલતા ઘટી છે ત્યાં અમેરિકા સારી કૂટનીતિના દમ પર પોતાનો દબદબો વધારવામાં સફળ રહ્યું. આ કારણે વિસ્તારમાં તે સૌથી વધુ પ્રભાવશાળી દેશોની સૂચિમાં ટોચ પર છે. લોવી ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે ભારત પોતાના નકારાત્મક પાવર ગેપ સ્કોરના કારણે આ વિસ્તારમાં પહેલાની સરખામણીએ ઓછો પ્રભાવ પાડી રહ્યો છે. સંસ્થાના પાવર ગેપ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન નેપાળ અને શ્રીલંકા કરતા પણ નીચું છે. આમ છતાં ભારતે ભવિષ્યના સંસાધનોના માપ પર સૌથી સારું પ્રદર્શન કર્યું છે. 


ભવિષ્યમાં કરી શકે છે વાપસી
લોવી ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયાનો બીજો સૌથી વધુ વસ્તીવાળો દેશ હવે મધ્ય શક્તિવાળી સૂચિમાં ગયો છે. પરંતુ આવનારા વર્ષોમાં આ દેશ ફરીથી આ સૂચિમાં સામેલ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્ડો પેસિફિકના તમામ દેશો વચ્ચે ભારતે કોરોના વાયરસના કારણે વિકાસની ક્ષમતા ગુમાવી છે. કોરોના મહામારીના કારણે તેની આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. 


આ આધારે તૈયાર થાય છે યાદી
આ લિસ્ટમાં ચીનને બાદ કરતા ભારતના તમામ પાડોશી પહેલા જેવી સ્થિતિમાં જ છે. પાકિસ્તાન 14.7 અંકો સાથે આ સૂચિમાં 15માં સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ 9.4 અંકો સાથે 19માં સ્થાને, 20માં નંબરે શ્રીલંકાના 8.6 નંબર છે. એ જ રીતે 21માં નંબર પર મ્યાંમારના 7.4 અને 25માં નંબર પર બિરાજમાન નેપાળના 4.5 અંક છે. ઓસ્ટ્રેલિયાની લોવી ઈન્સ્ટિટ્યૂટ દર વર્ષે દુનિયાના પ્રમુખ દેશોની આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, આંતરિક સ્થિતિ, ભવિષ્યનું પ્લાનિંગ, બીજા દેશો સાથે આર્થિક સંબંધ, રક્ષા નેટવર્ક, રાજનીતક અને કૂટનીતિક પ્રભાવ, તથા સાંસ્કૃતિક પ્રભાવનું અધ્યયન કરીને આ સૂચિને તૈયાર કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube