ભારત આગામી 15 વર્ષમાં વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનવા માગે છેઃ પીએમ મોદી
સેઉલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં સરકાર દ્વારા કેટલાંક એવા પગલાં લેવાયા છે, જેમાં વિવિધ કાયદાઓમાં પણ સુધારા કરાયા છે, જે ભારતને વિશ્વમાં આગળ લઈ જશે
સેઉલઃ દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય જનસમુદાયને સંબોધિત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત ટૂંક સમયમાં જ 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે અને આશા છે કે આગામી 15 વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
સેઉલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં સરકાર દ્વારા કેટલાંક એવા પગલાં લેવાયા છે, જેમાં વિવિધ કાયદાઓમાં પણ સુધારા કરાયા છે, જે ભારતને વિશ્વમાં આગળ લઈ જશે.
પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત વર્લ્ડ બેન્કના 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ના રેન્કિંગમાં મોટી છલાંગ લગાવીને 77મા સ્થાને આવી પહોંચ્યું છે. તેનું મુખ્ય કારણ દેશના વહીવટીતંત્રમાં કરવામાં આવેલા મોટાપાયે સુધારા છે. વડા પ્રધાને આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી વર્ષે ભારત ટોપ-50ના અંદર આવી જશે.
પુલવામા હુમલો : મોદી સરકારે બતાવ્યું એવું 'પાણી' કે ઉડી ગયા પાકિસ્તાનના હોશ
દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બંને નેતાઓ ટ્રમ્પ-કીમ જોંગ ઉનની મુલાકાત પહેલા કોરિયન ક્ષેત્રમાં પરમાણુ નિરસ્ત્રીકરણના મુદ્દે ચર્ચા કરશે.