વોશિંગટન: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની જાણકારી મેળવવા માટે સૌથી વધુ 4.2 કોરોડ સેમ્પલનું ટેસ્ટિંગ અમેરિકાએ કર્યું છે. ત્યારબાદ સૌથી વધુ 1.2 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ ભારતમાં થયું છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભગવાન રામ પર PM ઓલીના ખોટા દાવાને યોગ્ય સાબિત કરવામાં લાગ્યું નેપાળનો પુરાતત્ત્વ વિભાગ


અમેરિકામાં 35 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને સંક્રમણથી 1,38,000 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં સંક્રમણના 13.6 કરોડથી વધુ કેસ સામે આવ્યા છે અને 5,86,000 દર્દીઓના મોત થયા છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ ગુરુવારના જણાવ્યું હતું કે, કોરોના વાયરસની તપાસ સંબંધમાં અમે 4.2 કરોડથી વધુ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ કર્યા છે. ત્યારબાદ સૌથી વધુ 1.2 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ ભારતમાં થયું છે. ટેસ્ટિંગ મામલે અમે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ ચાલી રહ્યાં છીએ.


આ પણ વાંચો:- કોરોના વેક્સીન પર જંગ: અમેરિકા, બ્રિટન, કેનેડાએ રશિયા પર લગાવ્યો રિસર્ચ ચોરીનો આરોપ


તેમણે કહ્યું કે આ રેકોર્ડ ચેક કરવાનું ટ્રંપ વહીવટીતંત્રનું પગલું અગાઉના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. મેકનેનીએ કહ્યું કે, 2009માં ઓબામા-બિડેન એડ્મિનિસ્ટ્રેશન સંચાલિત રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા રાજ્યોને H1N1 ફલૂની તપાસ કરવાનું બંધ કરવા અને દરેક કેસની ગણતરી બંધ કરવાનું કહ્યું હતું.


આ પણ વાંચો:- ભારતનો ઉલ્લેખ કરીને અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગણીએ જોર પકડ્યું


મેકનેન્નીએ કહ્યું કે, રસીને લઈને પણ સારા સમાચાર મળી રહ્યા છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે મોડર્ના દ્વારા રસી પરીક્ષણ કરવામાં આવતા રસી સંશોધન સાથે સંકળાયેલા 45 લોકો પર સારા પરિણામો આવી રહ્યા છે. આ રસીના ત્રીજા તબક્કાના જુલાઈના અંત સુધીમાં પરીક્ષણ થવાની ધારણા છે, જેમાં 30,000 લોકો આવરી લેશે. મેકનેનીએ કહ્યું કે કોવિડ-19ની સારવાર પદ્ધતિ સંબંધિત પ્રોત્સાહક માહિતી મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube