કીવઃ રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ભારતના આ પગલાથી અમેરિકા સહિત ઘણા દેશ ખુશ નથી. આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા અને ભારતની ઓયલ ડીલને લઈને આકરી ટિપ્પણી કરી છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યુ કે રશિયાથી જે તેલનું બેરલ ભારત પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમાં યુક્રેનના લોકોનું લોહી ભળેલું છે. વિદેશ મંત્રીએ આગળ ભારતને યાદ અપાવતા કહ્યું કે, તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં મદદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રોએ આગળ કહ્યુ કે, અમે હંમેશા કૃષિ ઉત્પાદકો વિશેષ રૂપથી સરસવના તેલમાં પ્રતિબદ્ધ સપ્લાયર અને વ્યાપારી છીએ. તેમણે આગળ કહ્યું કે અમને ભારત તરફથી યુક્રેનને મજબૂત સમર્થનની આશા હતી. વિદેશમંત્રીએ કહ્યું કે યુક્રેન ભારતનું હંમેશા વિશ્વાસપાત્ર સાથી રહ્યું છે પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યુક્રેનના લોકોનું લોહી ખરીદી રહ્યું છે. 


યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે જ્યારે ભારત રશિયાથી ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓયલ ખરીદી રહ્યું છે તો તેણે સમજવું જોઈએ કે ડિસ્કાઉન્ટ તેને મળી રહ્યું છે, તેની કિંમત યુક્રેનના લોકોના લોહીથી ચુકવવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન અને ભારત બંનેમાં ખુબ જરૂરી સમાનતાઓ છે અને બંનેએ એકબીજા માટે ઉભું રહેવું જોઈએ.


આ પણ વાંચોઃ સાઉદી અરબઃ Tweet કરવાને કારણે એક મહિલાને ફટકારવામાં આવી 34 વર્ષની જેલની સજા  


યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતનો રશિયા પાસેથી તેલ ખરીદવાનો નિર્ણય ચોંકાવનારો નથી પરંતુ તેનાથી તે સ્પષ્ટ છે કે યુક્રેન સામે યુદ્ધ દ્વારા રશિયાને તેના તેલ બજારથી પૈસા બનાવવાની તક મળી ગઈ છે. 


ભારત અને રશિયાના ઓયલ ડીલ પર તેમણે કહ્યું કે અત્યાર સુધી માનવ ઈતિહાસમાં દરેક વિવાદ, દરેક યુદ્ધમાં એક પક્ષે નુકસાન ઉઠાવ્યું છે તો એકે પૈસા બનાવ્યા છે. તો વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયાના મજબૂત સંબંધની અસર ભવિષ્યમાં ભારતના મ્યાનમારને લઈને પક્ષ પર પણ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube