India China Faceoff: ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સૈનિકોએ ચીનની ચાલાકીને ધોબીપછાડ આપીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા હતા પરંતુ હજુ પણ સ્થિતિ ચિંતાજનક કહી શકાય. આ સમગ્ર વિવાદ પર હવે અમેરિકાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. એવું કહેવાયું છે કે બાઈડેન પ્રશાસન એ વાતથી ખુશ છે કે ભારત અને ચીનના સૈનિક જલદી ડિસએન્ગેજ થઈ ગયા. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયરેએ કહ્યું કે સ્થિતિ પર અમેરિકાની બાજ નજર છે અને બંને પક્ષોએ વિવાદિત સરહદો પર ચર્ચા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ પેન્ટાગનના પ્રેસ સચિવ પેટ રાઈડરે  કહ્યું કે અમે જોયું છે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) એલએસીની સાથે સાથે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ રાખ્યું છે. અમારી સ્થિતિ પર નજર છે. અમેરિકાએ કહ્યું કે અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. અમે સ્થિતિને નિયંત્રિત કરવાના ભારતના પ્રયત્નોનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ. 


અત્રે જણાવવાનું કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં બંને પક્ષના જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ ચીનના તમામ નાપાક મનસૂબાને જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં ઘાયલ ચીની સૈનિકોની સંખ્યા ભારતીય જવાનોની સરખામણીમાં વધુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube