સંયુક્ત રાષ્ટ્ર : કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની એક કથિત રિપોર્ટ અંગે ભારતે માનવાધિકાર પરિષદને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ભારતે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, માનવાધિકાર પરિષદનું કામકાજ વધારે વિવાદાસ્પદ અને આકરૂ થઇ રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર ભારતે વિદેશ નીતિના એખ ટુલ તરીકે માનવાધિકારનું રાજનીતિકરણ કરવાની ઘટના અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તન્મય લાલે કહ્યું કે, પ્રસ્તાવો અને નિર્ણયોની વધતી સંખ્યા, બેઠકોના વિશેષ સત્રોનાં વધતા પ્રમાણથી માનવાધિકાર પરિષદનો વિસ્તાર થઇ રહ્યો છે. જો કે ઘણીવાર તે સ્પષ્ટ નથી થઇ શકતું કે તેનું કામ કેટલું પ્રભાવી છે. માનવાધિકાર પરિષદનાં રિપોર્ટ પર આયોજીત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વિશેષ સત્રમાં શુક્રવારે લાલે કહ્યું કે, માનવાધિકાર સંધિઓ અને સમજુતીઓ મુદ્દે વ્યાપક ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. જો કે ખેદજનક બાબત છે કે, પરિષદનું કામ, તેની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ અને શાસનાદેશ વધારે વિવાદાસ્પદ હોવાની સાથે  મુશ્કેલ થઇ રહી છે. 

રિપોર્ટ જેના પર ભારતની ઝાટકણી કાઢવામાં આવી
અત્રે ઉલ્લેખનીય ચે કે આ વર્ષે જુનમાં માનવાધિકાર ઉચ્ચાયુક્ત જૈદ રાદ ઉલ હુસૈનના રિપોર્ટમાં કાશ્મીરમાં કથિત માનવાધિકારની પરિસ્થિતી માટે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરવામાં આવી હતી. ભારતે આ રિપોર્ટને ખોટુ જણાવતા તેને ફગાવી દીધી હતી. લાલે કહ્યું કે, આ કથિક રિપોર્ટથી સ્પષ્ટ રીતે એક અધિકારીનો પક્ષપાત ઝલકી રહ્યો છે જે વગર કોઇ શાસનાદેશનું કામ કરી રહ્યા હતા અને તેમના રિપોર્ટ સુચના અપુષ્ટ સુત્રો પર આધારિત હતી. લાલે કહ્યું કે, આ રિપોર્ટને જે ફોરમમાં રજુ કરવામાં આવ્યું હતું તેના સભ્યોએ તેના પર વિચાર કરવાનું પણ યોગ્ય નહોતુ સમજ્યું.