અબુ ધાબીઃ દિલ્હીની એક 19 વર્ષની યુવતીએ અહીં જણાવ્યું કે, સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) 'પ્રેમના માટે' આવી છે. યુવતી આ મહિનાની શરૂઆતમાં અબુ ધાબી પહોંચી હતી અને ત્યાં પહોંચીને તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. સિયાના બેન્નીમાંથી આયેશા બનેલી યુવતીએ એ તમામ અફવાઓ ફગાવી દીધી, જેમાં કહેવાયું હતું કે, યુવતીનું અપહરણ કરાયું છે અને તેને આતંકવાદી ગ્રૂપમાં સામેલ થવા માટે ફરજ પડાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં યુવતીએ જણાવ્યું કે, "મારું અપહરણ થયું હોવાની વાત ખોટી છે. હું અહીં મારા પ્રેમને પામવા માટે આવી છું. મારી સાથે કોઈએ બળજબરી કરી નથી. હું ભારતની એક વયસ્ક નાગરિક છું અને મારા અંગત જીવનના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું. હું યુએઈમાં રહીને લગ્ન કરવા માગું છું."


જીસસ એન્ડ મેરી કોલેજની અંતિમ વર્ષની વિદ્યાર્થીએ છેલ્લે 18 સપ્ટેમ્બરના રોજ ક્લાસમાં હાજરી આપી હતી. પછી એ જ દિવસે તે અબુ ધાબીની ફ્લાઈટ પકડીને ભાગી આવી હતી. અબુ ધાબીમાં રહેતા એક ભારતીય વ્યક્તિ સાથે 9 મહિના પહેલા સોશિયલ મીડિયા પર તેનો પરિચય થયો હતો. 


આ યુવતીના માતા-પિતા કેરળના કોઝિકોડમાં રહે છે અને તેમણે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. દિકરી ખોવાઈ જવાના રિપોર્ટમાં તેમણે લખાવ્યું હતું કે, તેમની પુત્રીનું અપહરણ કરાયું છે. જોકે, શનિવારે યુવતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે 24 સપ્ટેમ્બરના રોજ પોતાની ઈચ્છાથી અબુ ધાબીની અદાલતમાં ઈસ્લામ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. 


યુવતીએ વધુમાં જણાવ્યું કે, "મેં આ ધર્મ અપનાવ્યો છે અને હું અહીં સુનિશ્ચિત કરીશ કે હું જીવનભર આ ધર્મમાં રહીશ." પોતાના નિવેદનમાં તેણે ભારત સરકારને અપીલ કરતા જણાવ્યું કે, તેના અંગે ખોટા સમાચાર ફેલાવી રહેલા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ. યુવતીએ કહ્યું કે, અબુ ધાબીમાં તેના પરિજનો છે, જેમાં તેનો એક ભાઈ પણ છે. તેમને તે મળવા માટે આવી છે. 


જુઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....