ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa)પ્રાંતમાં બુધવાર (30 ડિસેમ્બર)ને બેકાબૂ ભીડે એક હિંદુ મંદિર (Hindu Temple)માં જોરદાર તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa)ના કરક જિલ્લાના ટેર્રી ગામમાં મંદિરના વિસ્તારનું કામ ચાલી રહ્યું હતું. જેનો વિરોધ થઇ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા વ્યક્ત કર્યો વિરોધ
પાકિસ્તાન (Pakistan)માં હિંદુ મંદિરને ધ્વસ્ત કરવાને લઇને ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે. ભારતે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા ગુરૂવારે તેના વિરૂદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે નોંધા લીધી
ઘટના સંબંધમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ પાકિસ્તાની સુપ્રીમ કોર્તે સ્વત: સંજ્ઞાન લીધું છે. કોર્ટે આ મામલે સુનાવણી 5 જાન્યુઆરીના રોજ કરશે. ચીફ જસ્ટિસ અહમદે અલ્પસંખ્યક અધિકાર આયોગના ચેરમેન, પોલીસ ચીફ અને પ્રાંતના ચીફ સેક્રેટરીને 4 જાન્યુઆરીના સુધી રિપોર્ટ જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. 


પહેલાં પણ થઇ ચૂક્યો છે હુમલો
ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) સ્થિત આ મંદિરમાં તોડફોડનો પ્રથમ મામલો નથી. આ પહેલાં 1997માં પણ અહીંયા હુમલો થયો હતો અને પછી 2015માં મંદિરને ફરી બનાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટા અલ્પસંખ્યક સમુદાય છે. સત્તાવાર આંકડા અનુસાર અહીં લગભગ 75 લાખ હિંદુ રહે છે. જેમાંથી મોટાભાગના સિંધ પ્રાંતમાં છે. સિંધમાં અલ્પસંખ્યક સમુદાય વિરૂદ્ધ હિંસાના સમાચાર સાંભળવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube