લંડન: આ વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશનની પ્રતિષ્ઠિત ઈમર્જિંગ ઈકોનોમિઝ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની 49 સંસ્થાઓને જગ્યા મળી છે. આ 49માંથી 25 સંસ્થાઓ ટોચની 200માં જગ્યા મેળવવામાં સફળ રહી છે. લંડન સ્થિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન મુજબ વર્ષ 2019ની સૂચિમાં સૌથી વધુ જગ્યા મેળવનાર દેશ છે ચીન. જેની શિંગુઆ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ટોચના પાંચમાંથી ચાર સંસ્થાનો ચીનના જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટીએચઈ) ઉચ્ચ શિક્ષા પર ડેટા ભેગો કરનાર, તેનું વિશ્લેષણ કરનાર અને તેના પર વિશેષજ્ઞતા મેળવનાર એક વૈશ્વિક સંસ્થા છે. જે દર વર્ષે અલગ અલગ સ્તરો પર શિક્ષણ જગત સંબંધિત અનેક પ્રકારના રેંકિંગ બહાર પાડે છે. આ સૂચિમાં ભારતના ભારતીય વિજ્ઞાન સંસ્થાને 14મું સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી બોમ્બે આ યાદીમાં 27મા નંબરે રહ્યું. જો કે બંને આ વર્ષે એક સ્થાન પાછળ ખસ્યા, જેનુ મુખ્ય કારણ વધતી સ્પર્ધા છે. 


2019ની રેન્કિંગમાં ચારેય મહાદ્વીપોના 43 દેશોની લગભગ 450 યુનિવર્સિટીઓને જગ્યા મળી છે. ગત વર્ષે આ યુનિવર્સિટીઓની સંખ્યા 378 હતી. 


Brexit ડીલ: બ્રિટિશ સંસદમાં થેરેસા મેની સજ્જડ હાર, ડેવિડ કેમરન જેવી થઈ શકે છે હાલત


ભારતની સ્થિતિ
આ વર્ષના રેન્કિંગમાં ભારત માટે મિક્સ તસવીર રજુ થઈ છે. જેમાં ઝડપથી પ્રગતિ કરી રહેલી અનેક સંસ્થાઓને સ્થાન મળ્યું છે જ્યારે અને સંસ્થાઓ પોતાના સ્થાનથી આગળ પાછળ થઈ છે. સંગઠનનું કહેવું છે કે ભારતે 2018માં 42 સંસ્થાઓની સરખામણીમાં આ વર્ષે સૂચિમાં 49 યુનિવર્સિટીઓની જગ્યા મેળવવાની સાથે ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમર્જિંગ ઈકોનોમી યુનિવર્સિટી રેંકિંગમાં પોતાનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. સંગઠને કહ્યું કે ટોચના 200માં ભારતની 25 યુનિવર્સિટીઓ સામેલ છે. 


આઈઆઈટી રૂરકી જો કે 21 ક્રમની લાંબી છલાંગ લગાવીને ટોચના 40માં સ્થાન મેળવવામાં સફળ રહી. તે હવે 35માં સ્થાને પહોંચી છે. ભારત તરફથી આ સૂચિમાં નવો પ્રવેશ મેળવનારમાં આઈઆઈટી ઈન્દોરે 61મું સ્થાન મેળવ્યું છે. જ્યારે જેએસએસ ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ એકેડેમીએ સયુંક્ત રીતે 64મું સ્થાન મેળવ્યું છે. 


પાકિસ્તાનની સતત વધતી જતી વસ્તી એ 'ટિક ટિક કરતો ટાઈમ બોમ્બ, જાણો કોણે કહ્યું?


જો કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને અમૃતા વિશ્વવિદ્યાલય બંનેએ આ વર્ષે ટોચના 150માં જગ્યા બનાવી છે. જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પુણે તથા આઈઆઈટી હૈદરાબાદે પહેલીવાર  આ સૂચિમાં સ્થાન મેળવ્યું છે. 


જો કે સૂચિમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ મેળવનાર દેશ ચીન છે. જેની 72 શિક્ષણ સંસ્થાઓ આ યાદીમાં સામેલ છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના ગ્લોબલ રેંકિંગ એડિટર એલી બોથવેલે કહ્યું કે, "ભારતીય સંસ્થાઓમાં સફળતાની અપાર સંભાવનાઓ  છે. ઉભરતા મંચ  ઉપર જ નહીં, પરંતુ વિશ્વ સ્તર પર તેઓ પ્રગતિ કરી રહ્યાં છે."


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...