નવી દિલ્હી: ભારત અને મ્યાંમારની સેનાઓએ મણિપુર, નાગાલેન્ડ અને આસામમમાં સક્રિય વિભિન્ન ઉગ્રવાદી સમૂહોને નિશાન બનાવતા પોત પોતાના સરહદી વિસ્તારોમાં 16મી મેથી ત્રણ સપ્તાહ સુધી જોઈન્ટ અભિયાન ચલાવ્યું, જેને ઓપરેશન સનશાઈન નામ અપાયું. ઓપરેશન સનશાઈન 2નો પહેલો તબક્કો ભારત-મ્યાંમાર સરહદ પર ત્રણ મહિના પહેલા ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર્વોત્તર સ્થિત ઉગ્રવાહી સમૂહોના અનેક ઠેકાણાઓ નષ્ટ કરાયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યાંમાર ભારતના વ્યુહાત્મક દ્રષ્ટિથી મહત્વના પાડોશીઓમાંનો એક પાડોશી દેશ છે અને ઉગ્રવાદ પ્રભાવિત મણિપુર તથા નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યો સાથે તેની 1640 કિલોમીટર લાંબી સરહદ જોડાયેલી છે. ભારત સરહદ સુરક્ષા માટે બંને દેશોની સેનાઓ વચ્ચે ઊંડા સમન્વય પર ભાર મૂકે છે. 


સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન સનરાઈઝ 2 દરમિયાન ઉગ્રવાદી સમૂહોના શિબિરોને નષ્ટ કરવા માટે બંને દેશોની સેનાઓએ એક બીજાનો સહયોગ કર્યો. જે ઉગ્રવાદી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યાં, તેમાં કામતાપુર લિબરેશન ઓર્ગેનાઈઝેશન (કેએલઓ), એનએસસીએન(ખાપલાંગ), ઉલ્ફા (1) અને નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) સામેલ છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...