ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ? ભારતે ટ્રુડો સરકારને મોકલી વિગતો
ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે.
ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે. આ યાદીમાં સામેલ આતંકીઓને ભારત કેનેડા પાસેથી ડિપોર્ટ કરાવવા માંગે છે. ભારતે આ સૂચિ ટ્રુડો પ્રશાસનને સોંપી છે. રિપોર્ટ્સ મુજબ પ્રતિબંધિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) ના સભ્ય અને સીબીએસએમાં કાર્યરત સંદીપ સિંહ સિદ્ધુને પંજાબમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં તેમની કથિત સંડોવણી માટે આ સૂચિમાં સામેલ કરાયા છે.
ISI સાથે સંપર્કમાં હતો સિદ્ધુ?
સિદ્ધુ કથિત રીતે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યાને અંજામ આપવા માટે પાકિસ્તાનના ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેની સાથે સાથે આઈએસઆઈના અન્ય કર્મીઓ સાથે સંપર્કમાં હતો. સંધુ ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ પોતાની લડત માટે જાણીતો હતો. તે અલગાવવાદી આંદોલનના વિરોધનું પ્રતિક બની ગયો હતો.
સીબીએસએનો સુપ્રીટેન્ડેન્ટ હતો સિદ્ધુ
સંધુને તેની બહાદુરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયો હતો. તે શીખ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન જનમત સંગ્રહનો વિરોધ કરવા માટે પણ જાણીતો હતો. એક રિપોર્ટ મુજબ સંદીપ સિંહ સિદ્ધુને કથિત રીતે સીબીએસએમાં સુપ્રિટેન્ડેન્ટના પદે પ્રમોટ કરાયો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)એ કહ્યું કે કેનેડાનો ખાલિસ્તાની આતંકી સની ટોરેન્ટો અને પાકિસ્તાનના આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે રોડે સંધુની હત્યા પાછળનો માસ્ટરમાઈન્ડ છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી શકી કે સની ટોરેન્ટો, સંદીપ સિંહ સિદ્ધુનું જ બીજુ નામ છે કે નહીં.
ભારત કેનેડા સંબંધોમાં તણાવ
અત્રે જણાવવાનું કે ભારત અને કેનેડાના સંબંધ હાલના વર્ષોમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હાલમાં જ કેનેડાએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ઓટાવામાં ભારતીય ઉચ્ચાયુક્તને સંદિગ્ધ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારતે આ આરોપો ફગાવતા પોતાના 6 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા હતા. કેનેડાના વિદેશ મંત્રીનું કહેવું છે કે દેશમાં બચેલા ભારતીય રાજનયિકો પણ નોટિસ પર છે.
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ શુક્રવારે કહ્યું કે સરકાર વિયેના સંધિનો ભંગ કરનારા કે કેનેડિયન લોકોના જીવનને જોખમમા નાખનારા કોઈ પણ રાજનયિકને સહન નહીં કરે. ભારતે સોમવારે છ કેનેડિયન રાજનિયિકોને રવાના કર્યા હતા