ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ડિબેટ કરવા ઈચ્છે છે. રશિયાની યાત્રાના એક દિવસ પહેલાં તેમણે દાવો કર્યો કે, તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મતભેદોને ઉકેલવામાં મદદ મળશે. ભારત અંગે ઈમરાન ખાને રશિયન ન્યૂઝ ચેનલ રશિયન ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જાણકારોનું માનવું છે કે ઈમરાન ખાન રાજનૈતિક અને સૈન્ય મોરચે પછળાટ ખાધા બાદ લોકોનું ધ્યાન હટાવવા માટે આવી વાતો કરી રહ્યો છે. તે ખૂબ જ દુર્લભ છે કે પરસ્પર મુદ્દાઓને ઉકેલવા માટે બે દેશોના રાજ્યોના વડાઓ ટીવી પર ચર્ચા કરે. ઈમરાન ખાનને આવી વાહિયાત સલાહ આપનારા રાજકીય સલાહકારો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને ટીવી પર ચર્ચાની અપીલ કરી
મંગળવારે રશિયા ટૂડેને આપેલા ઈન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કહ્યુ કે, હું ટીવી પર પીએમ નરેન્દ્ર મોદીની સાથે ડિબેટ કરવાનું પસંદ કરીશ. તેમણે તે પણ કહ્યું કે, જો મતભેદોને ચર્ચા દ્વારા ઉકેલી શકાય તો તેનાથી ઉપમહાદ્વીપમાં 1 અબજ 17 કરોડ લોકોને ફાયદો થશે. તેણણે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યુ કે, હિન્દુસ્તાન એક દુશ્મન દેશ બની ગયો, તેથી તેની સાથે વ્યાપાર ઓછો છે. ઇમરાન ખાને દાવો કર્યો કે, તેમની સરકારની વિદેશ નીતિ તમામ દેશો સાથે વ્યાપારી સંબંધ રાખવાની છે. 


આ પણ વાંચોઃ Russia-Ukraine Conflict: શું યુક્રેન સંકટની સાથે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? જાણો કઈ રીતે શરૂ થઈ હતી પ્રથમ અને બીજી વર્લ્ડ વોર


હાલમાં ઇમરાન ખાનના આર્થિક મામલાના સલાહકાર અબ્લુદ રઝાક દાઉસે નિવેદન આપ્યું હતુ કે તે ભારતની સાથે વ્યાપાર સંબંધોનું સમર્થન કરે છે, જેનાથી બંને પક્ષોને ફાયદો થશે. ઇમરાન ખાને આગળ કહ્યુ કે, પાકિસ્તાનના પ્રાદેશિક વ્યાપારના વિકલ્પ પહેલાથી સીમિત હતા. તેમણે ઇરાન, અફઘાનિસ્તાન પર અમેરિકી પ્રતિબંધ અને વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. પરંતુ પાકિસ્તાનનો વ્યાપાર ચીન સાથે ખુબ વધ્યો છે. ચીન અને પાકિસ્તાન સીપીઈસી પર કામ કરી રહ્યાં છે. આ એક મોટી પરિયોજના છે, જેના દ્વારા ચીનનો ઉદ્દેશ્ય પાકિસ્તાનને પોતાનો વસાહતીકરણ બનાવવાનો છે. 


ઈમરાન ખાને કેમ વ્યક્ત કરી ચર્ચાની ઈચ્છા?
ઈમરાન ખાનનું પીએમ મોદી સાથે ટીવી ડિબેટનું નિવેદન તેમની રશિયાની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે. યુક્રેન સંકટ વચ્ચે ઈમરાન ખાન રશિયા જઈને પોતાનું સમર્થન બતાવવા માંગે છે. છેલ્લા 23 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ પાકિસ્તાની પ્રધાનમંત્રી રશિયાની મુલાકાત લેશે. પાકિસ્તાને આ મુલાકાત માટે બળજબરીથી રશિયાનું આમંત્રણ માંગ્યું હતું. તે જ સમયે, પાકિસ્તાનના નિષ્ણાતોનું માનવું છે કે ઇમરાન ખાનનું આ પગલું અમેરિકા અને પશ્ચિમી દેશોને નારાજ કરી શકે છે. ખુદ પુતિન પણ ઈમરાન ખાનની રશિયા મુલાકાતમાં ખાસ રસ દાખવી રહ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube