નવી દિલ્લી: કેટલાંક મહિના પહેલાં વર્લ્ડ બેંકની લોન ડિટેઈલ રિપોર્ટ સામે આવ્યો હતો. જેના આધારે જણાવવામાં આવ્યું હતું કે પાાકિસ્તાન દુનિયાના 10 સૌથી મોટા દેવાદાર દેશમાં સામેલ છે. કોરોનાકાળમાં પાકિસ્તાન ડીએસએસઆઈ એટલે ડેબ્ટ સર્વિસ સસ્પેન્શન ઈનિશિયેટીવના દાયરામાં આવી ગયું છે. જેના કારણે તેને હવે વિદેશી લોન લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને દેવાની નીચે ડૂબાડવામાં ઈમરાન સરકારનો સૌથી મોટો ફાળો રહ્યો છે. જોકે વર્લ્ડ બેંકના રિપોર્ટને જોઈએ તો ભારત સહિત અનેક વિકાસશીલ દેશ અને વિકસિત દેશો પર તેમની જીડીપીનો એક મોટો ભાગ દેવું છે. લોન લેનારા દેશોમાં અમેરિકા, ચીન, જાપાન જેવા વિકસિત દેશોના નામ પણ છે.


દુનિયાના દેવાદાર દેશોની યાદી:
1. આ યાદીમાં સૌથી ઉપર નામ છે જાપાનનું. જાપાન પર તેમની જીડીપીની સરખામણીએ 256.9 ટકા દેવું છે.


2. તેના પછી આફ્રિકી દેશ સુદાનનો નંબર આવે છે. જેના પર 209.9 ટકા દેવું છે.


3. ગ્રીસ પર તેમની જીડીપીની સરખામણીએ 206.7 ટકા દેવું છે.


4. ઈરીટ્રિયા પર 175.1 ટકા દેવું છે.


5. જ્યારે કેપ વર્દે પર 160.7 ટકા દેવું છે.


6. ઈટલીનો નંબર છઠ્ઠો છે. જેના પર 154.8 ટકા દેવું છે.


7. સૂરીનામ પર તેમની જીડીપીની સરખામણીએ 140.6 ટકા દેવું છે.


8. બાર્બાડોસ પર 138.3 ટકા દેવું છે.


9. ભારતના મિત્ર દેશ માલદીવ પર 137.9 ટકા દેવું છે.


10. જ્યારે સિંગાપુર ર 137.2 ટકા દેવું છે.


11. ત્યારબાદ આવે છે સુપરપાવર અમેરિકા. જેનું દેવું 133.3 ટરકા છે.


ભારત પર 90.6 ટકા દેવું છે. જ્યારે પાકિસ્તાન પર 83.4 ટકા દેવું અને ચીન પર 68.9 ટકા દેવું છે. જોકે ભારતની દુનિયામાં શાખ પાકિસ્તાન કરતાં ઘણી સારી છે.