ભારત- પાકિસ્તાન પરમાણુ યુદ્ધ થાય તો 12.5 કરોડ લોકો તત્કાલ મરી જાય અને...
સંશોધકોના અનુસાર જો ભારત-પાકમાં પરમાણુ યુદ્ધ થાય તો ન માત્ર આ બંન્ને દેશો પરંતુ વૈશ્વિક રીતે મોટુ નુકસાન થશે
વોશિંગ્ટન : અમેરિકામાં હાલમાં જ થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો તેનાં પરિણામો ખુબ જ ખતરનાક આવી શકે છે. એટલું જ નહી ગ્લોબલ વોર્મિંગની અસરમાં પણ વધારો કરશે અને પ્રાકૃતિક દુર્ઘટનાઓ તરફ તેને દોરશે. અભ્યાસ અનુસાર સહ લેખક રુટ્ગર્સ યૂનિવર્સિટીનાં એલન રોબોકનાં અનુસાર બંન્ને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતીમાં 12.5 કરોડ લોકોના તત્કાલ મોત થશે. તેમણે કહ્યું કે, આ પ્રકારે યુદ્ધથી ન માત્ર તે સ્થળોને જ નુકસાન પહોંચશે જ્યાં પરમાણુ બોમ્બ પડશે, પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થશે.
આદિત્ય ઠાકરે પાસે છે કુલ 16.05 કરોડની સંપત્તિ, 1 BMW કારના છે માલિક
સાયન્સ એડવાન્સેઝ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં તે માનીને નુકસાનનું અનુમાન કરવામાં આવ્યું છે કે, 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઇ શકે છે. કાશ્મીર મુદ્દે બંન્ને પાડોશીમાં અનેક વખત યુદ્ધ થઇ ચુક્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 2025 સુધી બંન્ને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધની સંયુક્ત સંખ્યા 400 થી 500 હશે. અભ્યાસમાં રહેલા રિસર્ચરો અનુસાર પરમાણુ બોમ્બ ફુટવાની સ્થિતીમાં 1.6 થી 3.6 રકોડ ટન જેટલી રાખનું નિર્માણ થશે. જે હવામાં નાના કણોની માફક થશે. આ રાખ ઉપરના વાતાવરણમાં જશે અને એક અઠવાડીયાની અંદર વિશ્વમાં ફેલાઇ જશે. રિસર્ચરોના અનુસાર આ રાખ સૌર વિકિરણને શોષી લેશે. જેના કારણે હવા ગરમ થઇ જશે અને ધુમાડો પણ ઝડપથી ઉપર ઉઠશે.
દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને
અયોધ્યા કેસ Live: 'ખોદકામમાં મળ્યો કમળનો આકાર... તે બંધારણ મંદિરનું જ હતું'
અભ્યાસ અનુસાર આ પ્રક્રિયામાં ધરતી પર પહોંચનારા સુર્ય કિરણોનાં પ્રમાણમાં 20 થી 35 ટકાનો ઘટાડો આવશે. જેના કારણે પૃથ્વીની સપાટીપરના વાતાવરણમાં 2થી 5 ડિગ્રી સુધી ઘટી જશે. એટલું જ નહી સમગ્ર વિશ્વમાં થનારા વરસાદમાં પણ 15થી 30 ટકાનો ઘટાડો જોવા મળશે જેની ખુબ જ ઉંડી અસર પડશે.
SC/ST સંશોધન એક્ટ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી- અમે એક્ટમાં ફેરફાર નહી કરીએ...
રિસર્ચરોના અનુસાર એવી સ્થિતીમાં વૈશ્વિક સ્તર પર સાગ-સબ્જીઓનો વિકાસ 15 થી 30 ટકા સુધી અટકી જશે. અને મહાસાગરોની પ્રોડક્ટિવિટીમાં પણ 5-15 ટકા જેટલો ઘટાડો થશે. અભ્યાસ અનુસાર આ અસરોથી મુક્તિ મળવામાં 10 કરતા પણ વધારે સમય લાગી શકે છે. જ્યાં સુધી ઉપરી વાતાવરણમાં ધુમાડો રહેશે અસર પણ રહેશે.
IBનું એલર્ટ: ISIનો નવો પોસ્ટર બોય ‘અલ ઉમર મુઝાહિદીન’, ભારતમાં આતંકી હુમલાની તૈયારીમાં
રિસર્ચરોના અનુસાર 2025 સુધી પરમાણુ હથિયારોની ક્ષમતા ઘણી વધી ચુકી હશે. 1945માં અમેરિકા દ્વારા હિરોશીમામાં થયેલા બોમ્બના આકારનાં પરમાણુ હથિયારોની ક્ષમતા 15 કિલોટન વિસ્ફોટકોની શક્તિ એટલી વધી જશે. રિસર્ચરો એવી સ્થિતીમાં જો ભારત પાકિસ્તાનમાં પરમાણુ હથિયાર યુદ્ધ થશે કો 5થી 12.5 કરોડ લોકો તત્કાલ મીર જશે. આ ઉપરાંત વૈશ્વિક વાતાવરણમાં ઘણી ખરાબ સ્થિતી ઉત્પનન્ન થશે. મોટા પ્રમાણમાં ભુખમરાની આશંકા રહેશે, આ ઉપરાંત આડકતરી રીતે મરનારાઓની સંખ્યા પણ ખુબ જ મોટી હશે.