Indus Water Treaty: ભારત-પાકિસ્તાન વચ્ચે ઉકેલાશે વાત? આ મુદ્દે બંને ફરી એકવાર થશે સામને-સામને
Indus Water Treaty: ભારત અને પાકિસ્તાન સિંધુ જળ આયોગ અંતગર્ત ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના 3 સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે.
Indus Water Treaty: ભારત અને પાકિસ્તાન સિંધુ જળ આયોગ અંતગર્ત ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના 3 સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે. આ પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળે સ્થાયી સિંધુ આયોગ (પીઆઇસી) ની વાર્શિક બેઠક માટે ઇસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો. સ્થાયી આયોગની બેઠક 1-3 માર્ચને થઇ હતી અને તેના નેતૃત્વ સિંધુ જળના ભારતીય આયુક્ત પીકે સક્સેનાએ કર્યો હતો.
1960 ની સિંધુ જળ સંધિ
1960 ની સિંધુ જળ સંધિ અંતગર્ત 3 પૂર્વી નદીઓ-સતલૂઝ, બ્યાસ અને રાવીના પાણી અપ્રતિબંધિત ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવ્યા છે. જ્યારે 3 પશ્વિમી નદીઓ- સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને ફાળવેલ છે. ભારતને 3 પશ્વિમી નદીઓ પ્રોજેક્ટના માધ્યમથી જલવિદ્યુત ઉત્પન્ન કરવાનો અધિકાર છે. સંધિ અંતગર્ત પાકિસ્તાન પશ્વિમી નદીઓ પર ભારતીય જળવિદ્યુત પ્રોજેક્ટની ડિઝાઇન પર આપત્તિ ઉઠાવી શકે છે.
ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) આરએટીએસની બેઠક માટે દિલ્હી આવ્યા હતા.
માર્ચ સિંધુ જળ આયોગની બેઠક દરમિયાન ભારતીય પક્ષે આ વાત પર ભારત મુક્યો કે તેના તમામ પ્રોજેક્ટ સિંધુ જળ સંધિની જોગવાઇનું પાલન કરે છે અને સ્થિતિના સમર્થનમાં ટેક્નિકલ વિવરણ પુરૂ પાડે છે. બંને પક્ષોએ ફાજિલ્કા નાળાના મુદ્દા પર પણ ચર્ચા કરી અને પાકિસ્તાને આશ્વાસન આપ્યું કે સતલુજ નદીમાં ફાજિલ્કા નાળાના મુક્ત પ્રવાહને સુનિશ્વિત કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube