નવી દિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે અમે આતંકવાદીઓને સરહદ પાર હથિયારોની તસ્કરી માટે માનવરહિત હવાઈ વાહન (Unmanned Aerial Vehicle) નો ઉપયોગ કરતા જોયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ
વિશેષ સચિવ વીએસકે કૌમુદીએ કહ્યું કે આતંકવાદી ઉદ્દેશ્યો માટે ઉભરતી નવી ટેક્નોલોજીનો દુરુપયોગ આતંકવાદના સૌથી ગંભીર જોખમ તરીકે ઊભર્યો છે. તેમણે કહ્યું કે 'આજે આતંકના પ્રચાર, કટ્ટરતા વધારવા અને કેડરની ભરતી કરવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સૂચના અને સંચાર ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત આતંકવાદના ફંડિંગ માટે નવી ચૂકવણી પદ્ધતિઓ અને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે.'


ડ્રોન બન્યું છે મોટું જોખમ- ભારત
આતંકવાદના વૈશ્વિક સંકટ: નવા દાયકા માટે હાલના જોખમ અને ઉભરતા તારણોના આકલન પર બોલતા વીએસકે કૌમુદીએ કહ્યું કે હાલની ચિંતાઓમાં ડ્રોન પણ જોડાઈ ગયું છે, જે મોટું જોખમ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશોની આતંકવાદી વિરોધી એજન્સીઓના પ્રમુખના બીજા ઉચ્ચ સ્તરીય સંમેલનમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ હોવાના કારણે, આતંકવાદી સમૂહ ડ્રોનનો ગુપ્ત સંગ્રહ, હથિયાર/વિસ્ફોટકોની તસ્કરી અને હુમલા માટે ઉપયોગ કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube