ઇસ્લામાબાદ: ભારતે બાસમતી ચોખાના (Basmati Rice) પ્રોટેક્ટેડ જિઓગ્રાફિકલ ઇન્ડિફેશન (PGI) ટેગ માટે યૂરોપિયન યૂનિયનને (EU) અરજી કરી તો પાકિસ્તાન તેનો વિરોધમાં કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાન (Pakistan) ચોખાની નિકાસને લઇને ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતથી પાછળ છે અને ભારત પર એક્સપોર્ટના ધંધાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબ્લ્યુટીઓ સમક્ષ ફરિયાદ કરશે પાકિસ્તાન?
પાકિસ્તાને (Pakistan) આરોપ લગાવ્યો છે કે ભારતે 'આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમો'નું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે પાકિસ્તાનના ચોખા નિકાસને મોટું નુકસાન થયું છે. ત્યારબાદ પાકિસ્તાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સામે ભારત સામે ફરિયાદ કરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ચોખાનો ઉદ્યોગ પાકિસ્તાનમાં સૌથી મોટો ઉદ્યોગ છે અને ચોખાની નિકાસ પાકિસ્તાનના જીડીપીમાં ઘણો ફાળો આપે છે.


આ પણ વાંચો:- Walter Summerford છે ઈતિહાસનો સૌથી અશુભ વ્યક્તિ! આ પાછળની કહાની છે આશ્ચર્યજનક


14 ટકા ઓછી થઈ પાકિસ્તાનની નિકાસ
પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, ગત વર્ષની તુલનામાં પાકિસ્તાનને ચોખાની નિકાસમાં 14 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ 2020 થી મે 2021 ની વચ્ચે, પાકિસ્તાને 3.3 મિલિયન ટન ચોખાની નિકાસ કરી છે, જે અગાઉના વર્ષના 3.87 મિલિયન ટન હતી.


આ પણ વાંચો:- આ દેશમાં મળી 751 બેનામી કબરો, હત્યા કરીને શાળાના મેદાનમાં દફનાયા હોવાની આશંકા


પાકિસ્તાને લગાવ્યો ઓછા ભાવ પર નિકાસનો આરોપ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન કરતા ઘણા ઓછા ભાવે અન્ય દેશોમાં ચોખાની નિકાસ કરી છે, જેના કારણે પાકિસ્તાનની નિકાસમાં ઘટાડો થયો છે. પાકિસ્તાનના ચોખા નિકાસકારો મંડળના (REAP) પ્રમુખ અબ્દુલ કય્યુમ પરાચાએ જણાવ્યું હતું કે, ભારત ચોખાની નિકાસ સરેરાશ 360 ડોલર પ્રતિ ટનના દરે કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન તેના ચોખાને 450 ડોલર પ્રતિ ટનના હિસાબથી વેચે છે. આશરે 100 ડોલર પ્રતિ ટનના તફાવતને કારણે અમારી નિકાસને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube