PM મોદીને મળશે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત-રશિયા વચ્ચે 15 કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા અને ભારત-રશિયા દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા છે. પ્રથમ દિવસે બંને દેશ વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટો પછી વિવિધ ક્ષેત્રે સહકાર માટે 15 કરાર કરવામાં આવ્યા હતા.
વ્લાદિવોસ્તોક(રશિયા): બે દિવસના ઐતિહાસિક પ્રવાસે વ્લાદિવસ્તોક પહોંચેલા વડાપ્રધાન મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરીહતી. સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને નેતાઓની હાજરીમાં અનેક મહત્વનાં ક્ષેત્રે 15 કરાર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરીહતી.
દ્વિપક્ષીય વાટાઘાટોમાં પીએમ મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે જણાવ્યું કે, ભારત હંમેશાં સ્વતંત્ર અફઘાનિસ્તાનની આશા રાખે છે. સાથે જ મોદીએ કહ્યું કે, ભારત-રશિયાનું માનવું છે કે કોઈ દેશની આંતરિક બાબતમાં કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....