ન્યૂયોર્કઃ India Slams China On Terrorism:  ચીને થોડા દિવસ પહેલા મુંબઈ 26/11 હુમલાના દોષી અને પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીર (Sajid Mir) ને બ્લેક લિસ્ટ કરવાના સંયુક્ત રાષ્ટ્રના (United Nation) પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનના આ પગલા બાદ ભાતે ફરી યુએનમાં આતંકવાદીઓને પ્રતિબંધ કરવામાં નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે. સાજિદ મીર ભારતના સૌથી વોન્ડેટ આતંકવાદીઓમાંથી એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય સંચાલક છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેમની લિસ્ટિંગ રોકી દીધી. ચાર મહિનાની અંદર બેઇજિંગ દ્વારા આ પ્રકારનું ત્રીજું પગલું ભરવામાં આવ્યું હતું. 


પાછલા મહિને ચીને અમેરિકા અને ભારતના જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને બ્લેક લિસ્ટમાં મુકવાના પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જૂનમાં ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના અન્ય એક પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube